Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોન્સ્ટેબલ જાવેદને વિદાય આપવા લોકો ઉમટ્યા

શહીદ થયેલા જાવેદ અહેમદ દારની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. શહીદ દારને અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે તમામની આંખો નમ દેખાઈ હતી. કોન્સ્ટેબલ શહીદ જાવેદ અહેમદ દારનો મૃતદેહ તેમના ઘરે પહોંચાડવામાં આવ્યો ત્યારે માતાની હાલત કફોડી બની ગઈ હતી. ત્રાસવાદીઓની સામે આક્રોશ જોવા મળી રહ્યો હતો. ત્રાસવાદીઓએ ગઇકાલે દારનું અપહરણ કરી લીધું હતું અને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. દારના સગાસંબંધીઓ ઉપરાંત આસપાસના લોકો પણ પહોંચી ગયા હતા. જાવેદની શહાદત આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલા ત્રાસવાદીઓ સામેના ઓપરેશન ઓલઆઉટમાં એક પછી એક મોટી સફળતા હાંસલ થતાં ત્રાસવાદીઓ ફફડી ઉઠ્યા છે અને સુરક્ષા દળોને કોઇપણ કિંમતે ટાર્ગેટ બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. સેનાના જવાન ઔરંગજેબનુ અપહરણ કરીને ક્રુર હત્યા કરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓએ હવે કોન્સ્ટેબલ જાવેદ અહેમદ ડારની પણ અપહરણ કર્યા બાદ ઘાતકી હત્યા કરી નાંખતા નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. સેનાના ઓપરેશન ઓલઆઉટના કારણે હવે હાલત કફોડી બનેલી છે. મળેલી માહિતી મુજબ ડારનો મૃતદેહ કુલગામના પરિવાનમાંથી મળી આવ્યા બાદ આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતું. દક્ષિણ કાશ્મીરમાં જાર તૈનાત હતા. તેમનુ શોપિયનના કચડુરામાં મેડિકલ સ્ટોર નજીકથી અપહરણ કરી લેવામાં આવ્યુ હતુ. તેમનો મૃતદેહ મળ્યા બાદ હવે તેમનુ પૂર્ણ સન્માન સાથે દફનવિધી કરવામાં આવી હતી. હાલમાં ત્રાસવાદીઓ સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. ઓરંગજેબનુ ૧૪મી જુનના દિવસે અપહરણ કરવામાં આવ્યા બાદ તેમની હત્યા કરવામાં આવી હતી.જમ્મુ કાશ્મીરમાં સ્થિતી વધારે વણસી રહી છે. આવી સ્થિતીમાં હજુ વધારે રક્તપાત થવાની શક્યતા છે. કારણ કે સરહદથી ૩૫થી વધારે ખતરનાક ત્રાસવાદી ઘુસણખોરી કરવા માટેની તૈયારીમાં છે. સુત્રોના કહેવા મુજબ ઇન્ટેલિજન્સ એજન્સીએ માહિતી આપતા કહ્યુ છે કે ત્રાસવાદીઓ જુદા જુદા ગ્રુપમાં રહીને ઘુસણખોરી અલગ અલગ વિસ્તારમાં કરી શકે છે. રમજાનના ગાળામાં કેન્દ્ર સરકાર તરફથી જમ્મુ કાશ્મીરમાં નીકો લાગુ છે. ભારતીય આર્મી તરફથી સરકારને નીકો દરમિયાન ત્રાસવાદી ઘટનાઓ અને ઘુસણખોરીના પ્રયાસ મામલે માહિતી સોંપી દેવામાં આવી છે. જુદા જુદા સેક્ટર મારફતે ત્રાસવાદીઓ ઘુસણખોરી કરી શકે છે.
ત્રાસવાદીઓ ખીણમાં હિંસાને જારી રાખવા માટે ઇચ્છુક છે. અમરનાથ યાત્રા ઉપર હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. કોન્સ્ટેબલ જાવેદ અહેમદ દારનું અપહરણ કરી લેવામાં આવ્યા બાદ આજે સવારે કુલગામના પરિવારના તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. જમ્મુ કાશ્મીર પોલીસના જવાનોએ તે પહેલા સંપૂર્ણ સન્માન દારને આપ્યું હતું અને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પહેલા ત્રાસવાદીઓએ સેનાના જવાન ઔરંગઝેબનું અપહરણ કરીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. સેનાના ૪૪ રાષ્ટ્રીય રાયફલના જવાન ઔરંગઝેબનો મૃતદેહ પુલવામાના ગુસ્સુ ગામમાં મળી આવ્યો હતો. ઔરંગઝેબ ઇદ મનાવવા માટે પોતાના ઘરે જઇ રહ્યો હતો ત્યારે અપહરણ કરાયું હતું.

Related posts

ટેરર ફંડિગના આરોપસર હુર્રિયતના તમામ સાત નેતા ૧૮ દિવસો માટે કસ્ટડીમાં

aapnugujarat

नवान्न में सीएम ममता बनर्जी से मिलेंगे मनसे प्रमुख राज ठाकरे

aapnugujarat

ટ્રેનમાં એસી મુસાફરી મોંઘી થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1