Aapnu Gujarat
મનોરંજન

ધોની પરની ફિલ્મની સિક્વલ બનાવવા માટે તૈયારી શરૂ થઇ

બોલિવુડમાં હાલના દિવસોમાં બાયોપિક્સ ફિલ્મને લઇને ભારે ચર્ચા છે. પેડમેન, રાજી, સંજુ અને ગોલ્ડ ફિલ્મની ચારેબાજુ ચર્ચા સાંભળવા મળી રહી છે. મિડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો વર્ષ ૨૦૧૬માં આવેલી મહેન્દ્ર સિંહ ધોની પરની ફિલ્મની પણ હવે સિક્વલ ફિલ્મ બનાવવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે. એમએસ ધોની એન અનટોલ્ડ સ્ટોરી ફિલ્મની સિક્વલ બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૬માં રજૂ કરવામાં આવી હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મે કમાલ કરી હતી. ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુતે ધોનીની યાદગાર ભૂમિકા અદા કરી હતી. હવે હેવાલ આવી રહ્યા છે કે ફિલ્મની સિક્વલ પણ બનનાર છે. તેની પટકથા પર કામગીરી શરૂ કરવામાં આવી ચુકી છે. આગામી વર્ષે આ ફિલ્મ રજૂ કરવામાં આવી શકે છે. સિક્વલને રો સ્ક્રુવાલા પ્રોડ્યુસ કરી શકે છે. સુશાંત સિંહ રાજપુતના નજીકના લોકોએ કહ્યુ છે કે ફિલ્મમાં ૨૦૧૧ના વર્લ્ડ કપ જીત્યા બાદ ધોનીની લાઇફ દર્શાવવામાં આવી હતી. આ આઇપીએલમાં ધોનીની ટીમ ફરી એકવાર ચેમ્પિયન બની હતી. આ મેચ ફિલ્મના હિસ્સા તરીકે હોઇ શકે છે. આવી જ રીતે વર્ષ ૨૦૧૫માં વર્લ્ડ કપમાં ભારતના સેમીફાઇનલ સુધીની સફરને પણ ફિલ્મમાં રજૂ કરવામાં આવી શકે છે.
સિક્વલ ફિલ્મની તૈયારીની જાહેરાતથી ધોનીના ચાહકોમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે. સિક્વલમાં પણ સુશાંત જ મુખ્ય રોલ કરનાર છે. સુશાંત હાલમાં અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. જેમાં તે કેદારનાથ ફિલ્મમાં સારા ખાનની સાથે દેખાઇ રહ્યો છે. આ ઉપરાંત તે એક ડાકુ પરની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ઉપરાંત તે અંતરિક્ષ યાત્રી પર એક ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે.

Related posts

‘दोस्ताना २’ में होंगे तब्बू के भांजे फतेह रंधावा

aapnugujarat

જો તક મળે તો હું દીપિકા અને આલિયા સાથે કામ કરવા ઈચ્છુક : કૃતિ ખરબંદા

aapnugujarat

દયા ભાભી તરીકે શિલ્પા શિંદે ચમકશે..!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1