Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ડેનમાર્ક પર ક્રોએશિયાની જીત

ફીફા વર્લ્ડ કપ રાઉન્ડ ૧૬ની ગઇકાલે મોડી રાત્રે બીજી મેચ પણ પેનલ્ટી શુટઆઉટ મારફતે નિર્ણય સુધી પહોંચી હતી. આ મેચમાં આજે વહેલી પરોઢે ક્રોએશિયાએ જોરદાર દેખાવ જારી રાખીને ડેનમાર્ક પર ૩-૨થી જીત મેળવી લીધી હતી. ક્રોએશિયાની ટીમ સતત ચાર જીત સાથે ક્વાર્ટર ફાઇનલમાં હવે પ્રવેશી ગઇ છે. તેની ટક્કર હવે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા યજમાન રશિયા સામે થશે. નિજની ખાતે રમાયેલી મેચમાં ક્રોશિયા અને ડેનમાર્કે જોરદાર રમત રમી હતી. શરૂઆતી મિનિટોમાં બંને ટીમોએ એઓક એક ગોલ કર્યા બાદ છેલ્લા ૮૦ મિનિટ સુધી કોઇ ટીમ ગોલ કરી શકી ન હતી. જેથી મેચ પહેલા વધારાના સમયમાં અને ત્યારબાદ પેનલ્ટી શુટઆઉટમાં પ્રવેશી હતી. ક્રોએશિયા તરફથી ૩૨ વર્ષીય ફોરવર્ડ ખેલાડી મારિયો મેડજુકિચે જોરદાર ગોલ કર્યો હતો. ડેનમાર્ક તરફથી પ્રથમ ગોલ પ્રથમ જ મિનિટમાં મેથિયાસે ગોલ કર્યો હતો. બંને ટીમોની રમતમાં ગોલકિપરની ભૂમિકા નિર્ણાયક રહી હતી. ક્રોએશિયાને એક પેનલ્ટી મળી હતી. પરંતુ સ્ટાર ખેલાડી મોડ્રિચ ગોલ કરવામાં સફળ રહ્યો ન હતો. ક્રોએશિયાના ગોલકિપર સુબાસિચે જોરદાર બચાવ કર્યો હતો. ગ્રુપ ચરણમાં ક્રોએશિયાએ તેના દેખાવથી તમામને ચોંકાવી દીધા હતા. કારણ કે પ્રથમ મેચમાં નાઇજિરિયા પર ૨-૦થી ત્યારબાદ મેસ્સીની આર્જેન્ટિનાની ટીમ પર ૩-૦થી અને આઇસલેન્ડ પર ૨-૧થી જીત મેળવી હતી. ડેનમારેકે પેરુ પર ૧-૦થી જીત મેળવી હતી. ત્યારબાદ તેની ઓસ્ટ્રેલિયા સામે મેચ ૧-૧થી ડ્રો રહી હતી. ફ્રાન્સની સામે મેચ તેની ડ્રો રહી હતી. ગઇકાલે તે પહેલા પોતાના હજારો ચાહકોની સામે યજમાન રશિયાએ પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને પાણી પિવડાવી દીધુ હતુ.
પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચમાં ૯૦ મિનિટ સુધી સ્પેનની ટીમને રશિયાના ખેલાડીઓએ ૧-૧પર રોકી રાખવામાં સફળતા મેળવી હતી. જે તેમની મોટી સિદ્ધી હતી. જેથી મેચ એકસ્ટ્રા ટાઇમમાં પ્રવેશી હતી. વધારાના સમયમાં પણ મોટા ભાગે પ્રભુત્વ રાખ્યુ હોવા છતાં સ્પેન ગોલ કરવામાં સફળ રહ્યુ નવ હતુ.

Related posts

ધોરણ-૧૨ સાયન્સનું ૭૧.૯૦ ટકા રિઝલ્ટ : ૨૫૪ને A1 ગ્રેડ

aapnugujarat

સવર્ણોને અનામત પ્રશ્ને ટેકાની અરવિંદ કેજરીવાલની ઘોષણા

aapnugujarat

ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ઉમર અકમલ આઉટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1