Aapnu Gujarat
મનોરંજન

સની લિયોનની બાયોપિકને લઇ ચાહકોમાં ઉત્સુકતા

લોકપ્રિય સ્ટાર સની લિયોન પોતાની બાયોપિક ફિલ્મમાં પોતે ભૂમિકા અદા કરનાર છે. આને લઇને ચાહકો ભારે ઉત્સુક બનેલા છે. તેની બાયોપિક ફિલ્મને લઇને ચર્ચા છે. તેની બાયોપિક કરણજીત કૌર ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોન એક વેબ સિરિઝ ફિલ્મ છે. ચાહકો આ વેબસિરિઝની ફિલ્મને લઇને આશાવાદી બનેલા છે. અન્ય બાયોપિક ફિલ્મથી હટીને સની લિયોન હવે પોતાની લાઇફ પરની ફિલ્મમાં પોતે ભૂમિકા અદા કરનાર છે. અત્રે નોંધનીય છે કે સની લિયોનની બાયોપિક ફિલ્મમાં તેના પતિની ભૂમિકામાં કોણઁ રહેશે તેને લઇને ચાલતી અટકળોનો હવે અંત આવી ગયો છે. કારણ કે સની લિયોને પોતે ફિલ્મમાં તેના પતિની ભૂમિકામાં કોણ છે તેને લઇને તેનો ફોટો જારી કરી દીધો છે. સની લિયોને પોતે કહ્યુ છે કે તેના પતિ ડેનિયલ વીબરની કોઇ ભૂમિકા ફિલ્મમાં નથી. સનીએ કહ્યુ છે કે રીલ લાઇફમાં તેના પતિની ભૂમિકામાં દક્ષિણ આફ્રિકન સ્ટાર અદા કરનાર છે. માર્ક બકનર આ ભૂમિકા અદા કરનાર છે. ડેનિયલ વીબર સની લિયોનની લાઇફમાં ખુબ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમની પ્રોફેશનલ લાઇફમાં પણ તેમની ભૂમિકા ખુબ સારી રહેલી છે. ડેનિયલ અને સની લિયોનના લગ્નને સાત વર્ષનો ગાળો થઇ ગયો છે. હવે બન્ને ત્રણ બાળકોના માતાપિતા પણ છે. ગયા વર્ષે એક બાળકીને દત્તક લેવામાં આવી હતી.
સની લિયોને પોતાના ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર હાલમાં કેટલાક ફોટો જારી કર્યા હતા. માર્કની સાથે સની લિયોનના ફોટો જારી કરવામાં આવ્યા બાદ ઉત્સુકતા વધી ગઇ છે. કરણજીતના શુટિંગના દિવસના ફોટા હવે જારી કરવામાં આવ્યા છે. સની લિયોન બોલિવુડમાં હવે લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તે કેટલીક મોટી ફિલ્મમાં કામ કરી રહી છે. તેની પાસે સતત સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. ખાસ કરીને મોટી ફિલ્મમાં આઇટમ સોંગ માટે તેની પાસે ઓફર આવી રહી છે.

Related posts

રિલિઝ પહેલાં ‘ટાઇગર ઝિંદા હૈ’ની ટિકિટના ભાવ આસમાને, શો થયાં હાઉસફુલ

aapnugujarat

अंडरवेयर खरीदने को लेकर सहज नहीं हूं : शाहरुख

aapnugujarat

શાહરૂખ અને કંગનાની જોડી પ્રથમ વખત ચમકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1