Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારબિઝનેસ

અમેરિકા ઇબી-૫ રોકાણ વીઝા ખતમ કરવાની તૈયાર

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્‌મ્પના નેતૃત્વમાં વહીવટીતંત્રે ઇબી-૫ રોકાણ વીઝાને ખતમ કવા માટેની તૈયારી કરી લીધી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ટ્ર્‌મ્પ વહીવટીતંત્રે ઇબી-૫ રોકાણકાર વીઝા કાર્યક્રમને બંધ કરવા માટે પ્રસ્તાવ અમેરિકી કોંગ્રેસની સમક્ષ રજૂ કરી દીધો છે. જો કે ટ્રમ્પ વહીવટીતંત્રે સાફ શબ્દોમાં કહ્યુ છે કે જો આને બંધ કરવામાં કેટલીક તકલીફ છે તો તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે. ટ્ર્‌મ્પ વહીવટીતંત્રનો આરોપ છે કે આ કાર્યક્રમ મારફતે વિદેશી લોકો દ્વારા અમેરિકામાં ફોર્જરી કરવાની ઘટના વધી રહી છે. સાથે સાથે છેતરપિડીંની ઘટના વધી રહી છે. અમેરિકી નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાના અધિકારી એલ ફ્રાન્સેસે કહ્યુ છે કે આ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને ખાતરી કરવા માટે તેના નિયમોમાં ફેરફાર કરવાની જરૂરિયાત દેખાઇ રહી છે. કારણ કે વિદેશી રોકાણકાર આ કાર્યક્રમ મારફતે મની લોન્ડરિંગ કરે છે. સાથે સાથે જાસુસી જેવા ઘટનાને પણ અંજામ આપે છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ઇબી-૫ રોકાણકાર વીઝા કાર્યક્રમ હેઠળ વિદેશી લોકોને અમેરિકામાં ૬.૭ કરોડ રૂપિયા સુધી રોકાણ કરવા માટે ગ્રીન કાર્ડ જારી કરવામાં આવે છે. વિદેશી રોકાણકારો તરફથી મળનાર આ રકમના માધ્યમથી અમેરિકામાં આશરે ૧૦ સ્થાયી રોજગાર સર્જિત થાય છે. આવી સ્તિતીમાં આ વીઝા બંધ થવાની સ્થિતીમાં રોજગાર પર નકારાત્ક રીતે પ્રતિકુળ અસર થશે. ભારત પર તેની સીધી અસર થઇ શકે છે. અમેરિકા ઇબી-પાંચ રોકાણકાર વીઝા કાર્યક્રમ હેઠળ દર વર્ષે આશરે ૧૦૦૦૦ વિદેશીઓને વીઝા આપે છે. આમાં પણ કેટલાક નિયમો રહેલા છે. જે હેઠળ કોઇ એક દેશમાંથી મહત્તમ સાત ટકા લોકો હોઇ શકે છે. અરજીની લાઇનમાં ચીન અને વિયતનામ બાદ ભારત આવે છે. ગય વર્ષે ૫૦૦ લોકોએ વીઝા માટે અરજી કરી હતી. આ વર્ષે ૭૦૦ લોકો દ્વારા અરજી કરાઇ છે. આ વીઝાની વધારે માંગ ચંદીગઢ, પંજાબ, દિલ્હી, મુંબઇ, તમિળનાડુ અને કર્ણાટકમાં હોય છે.

Related posts

લકઝરી પ્રોડકટસ પર એક ટકા કૃષિ સેસ ઝીંકાશે

aapnugujarat

चीन ने भारतीय जवानों पर लगाया सीमा पार करने का आरोप

aapnugujarat

રાષ્ટ્રપતિ જો બાઈડને આપી એરસ્ટ્રાઈકને મંજુરી

editor

Leave a Comment

UA-96247877-1