Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં મોનસૂનની એન્ટ્રી

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે દક્ષિણ-પશ્ચિમ મોનસૂને બ્રેક બાદ આજે ગુજરાતમાં સત્તાવાર એન્ટ્રી કરી લીધી હતી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. જેથી લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. વલસાડ, નવસાર, સુરત, ડાંગ, રાજકોટમાં ભારે વરસાદ થયો છે. રાજકોટમાં વીજળી પડવાથી બેના મોત પણ થયા છે. જ્યારે અંબાજીમાં પણ આજે સતત ત્રીજા દિવસે વરસાદ જારી રહ્યો હતો. ડાંગ અને વલસાડ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ થયો છે. બંને જિલ્લાના મોટાભાગના તાલુકામાં ચાર ઈંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં વલસાડ શહેરમાં ૬૨ મીમીથી પણ વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે પારડી તાલુકામાં પાંચ ઈંચની આસપાસનો વરસાદ થયો છે. વાપીમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આહવા સહિત ડાંગ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં સાપુતારા, વધઈ, આહવાનો સમાવેશ થાય છે. નવસારી જિલ્લાના વણસંદામાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે. જલાલપોરમાં પણ સારો વરસાદ થયો છે. ડાયમંડ સીટીમાં પણ મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પડ્યા છે. કામરેજ, માંગરોળ, ઓલપાડમાં પણ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં ઉલ્લેખનિય વરસાદ થયો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી દીધી છે. વરસાદમાં થોડાક સમય સુધી બ્રેકની સ્થિતિ રહ્યા બાદ આજે વરસાદની શરૂઆત થઈ હતી. રાજકોટ-ભાવનગર અને જસદણમાં પણ વરસાદની જોરદાર એન્ટ્રી થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વાદળાછાયા માહોલ વચ્ચે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. હવામાન વિભાગના કહેવા મુજબ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં હજુ વરસાદમાં વિલંબ થઈ શકે છે. અમદાવાદમાં આજે બફારાની સ્થિતિ રહી હતી. બફારા બાદ લોકો તીવ્ર ગરમીનો અનુભવ આજે કરતા નજરે પડ્યા હતા. અમદાવાદમાં મહત્તમ તાપમાન આજે ૩૯.૪ ડિગ્રી રહ્યું હતું. જ્યારે સૌથી વધુ ગરમીનો અનુભવ આજે સુરેન્દ્રનગરમાં થયો હતો. જ્યાં પારો ૪૧ ડિગ્રી રહ્યો હતો. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, હળવા વરસાદી ઝાપટા સાથે આંશિક વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજ્યભરમાં સૌથી વધુ ગરમીનો અનુભવ આજે પણ સુરેન્દ્રનગરમાં થયો હતો જ્યાં પારો ૪૧ ડિગ્રી રહ્યો હતો. હાલમાં મોનસુનની એન્ટ્રી પહેલા જે વિસ્તારમાં વરસાદના ઝાપટા પડ્યા હતા તેમાં કેશોદ, જુનાગઢ, અમરેલી, રાજુલા, ગોંડલ પંથક, ભાવનગરનો સમાવેશ થાય છે. વરસાદના લીધે ઠંડકનો માહોલ પણ છવાયો હતો. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે આગામી પાંચ દિવસ દરમ્યાન હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. જોકે મોનસૂન બેસવાને લઈને હજુ સુધી તંત્ર તરફથી કોઈ વાત કરવામાં આવી નથી. સામાન્ય રીતે ચોમાસુ ૧૫મી જૂન સુધી ગુજરાતમાં બેસી જાય છે પરંતુ આ વખતે તેમાં વિલંબ થયો છે. આગામી પાંચ દિવસ સુધી અમદાવાદમાં વરસાદ નહીં પડે તેવી શક્યતા છે. આજે અમદાવાદમાં તીવ્ર પવન ફુંકાયો હતો. ધુળની ડમરીઓ પણ ઉડી હતી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે પ્રમાણમાં ઓછી ગરમીનો અનુભવ થયો હતો. અમદાવાદમાં પણ સવારે હવામાનમાં પલ્ટો આવ્યો હતો. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો જૂન મહિનાના પ્રથમ ૧૬ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૬૨૬ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના ૧૬ દિવસના ગાળામાં ૨૨૦ અને ટાઇફોઇડના ૨૪૨ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૧૬ દિવસના ગાળામાં ૨૪૬ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં જૂન મહિનામાં સાદા મેલેરિયાના ૧૦૪૬ કેસ નોંધાયા હતા. જૂન ૨૦૧૭ દરમિયાન લીધેલા ૭૦૬૫૭ લોહીના નમૂના સામે ૧૬ જૂન ૨૦૧૮ સુધીમાં ૩૮૨૮૪ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે.

Related posts

वरमोर गांव में दलित युवक हत्या केस में अभी भी युवती लापता

aapnugujarat

સાબરમતી જેલમાંથી સીમકાર્ડ અને ચાર્જર મળતાં ખળભળાટ

aapnugujarat

मशरूम खाकर लाल हो रहे हैं पीएम मोदी : अल्पेश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1