Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

પેરુ પર ડેનમાર્કની ૧-૦થી રોમાંચિત જીત

ફિફા વર્લ્ડ કપમાં ગઇકાલે શનિવારના દિવસે મોડી રાત્રે રમાયેલી ગ્રુપ સીની એક મેચમાં ડેનમાર્કે પેરુ પર ૧-૦થી જીત મેળવી હતી. ડેનમાર્ક તરફથી એકમાત્ર ગોલ યુસુફ પોલસને ૫૯મી મિનિટમાં કર્યો કર્યો હતો. આની સાથે જ ડેનમાર્કે તેની શાનદાર શરૂઆત કરી હતી. તે પહેલા સ્ટ્રાઈકર પોલ પોગ્બા દ્વારા ૮૧મી મિનિટમાં કરવામાં આવેલા શાનદાર ગોલન મદદથી પૂર્વ વિજેતા ફ્રાન્સે કજાન એરીના ખાતે રમાયેલી ગ્રુપ-સીની એક મેચમાં ઓસ્ટ્રેલિયા પર ૨-૧થી જીત મેળવીને વર્લ્ડકપમાં પોતાના અભિયાનની જોરદાર શરૂઆત કરી હતી. ફ્રાન્સ માટે એન્ટોનીયો ગ્રીઝમેને ૫૮મી મિનિટમાં અને પોગ્બાએ ૮૧મી મિનિટમાં ગોલ કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન મિલે જેડીનેકે ૬૨મી મિનિટમાં ગોલ કર્યો હતો. ગ્રીઝમેન અને જેડીનાકે પેનલ્ટી મારફતે ગોલ કર્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે રશિયામાં શરૂ થયેલા ફીફા વર્લ્ડ કપમાં રોમાંચ મેચોનો દોર જારી રહ્યો છે. ગ્રુપ ડીની મેચમાં લિનોનેલ મેસ્સીએ ફરી એકવાર નબળી રમત રમી હતી. જેના કારણે આર્જેન્ટિનાની ટીમ આઇસલેન્ડ સામે મેચ જીતી શકી ન હતી. આ મેચ ૧-૧ ગોલથી બરોબર રહી હતી. નવી ટીમ આઇસલેન્ડે જોરદાર રમત રમીને તમામને રોમાંચિત કરી દીધા હતા. ગયા વખતની રનર્સ અપ અને વિશ્વની પાંચમાં નંબરની ટીમ આર્જેન્ટિનાને મેચ ડ્રો થતા એક પોઇન્ટથી સંતોષ માનવાની ફરજ પડી હતી. ફીફા વર્લ્ડ કપમાં રોમાંચક મેચ જારી રહી છે. તાજેતરના વર્ષોમાં સ્પેનની ટીમ પણ પ્રમાણમાં નબળી પડી છે. લિયોનેલ મેસ્સી ફ્લોપ રહેતા ચાહકો નિરાશ થયા હતા.

Related posts

एक टीम के तौर पर हम पूरी तरह नाकाम रहे : हफीज

aapnugujarat

ऐतिहासिक फैसला, अनुच्छेद 370 खत्म, J&K और लद्दाख बने केंद्र शासित प्रदेश

aapnugujarat

તિરસ્કારના કેસમાં તેજસ્વી, અન્ય આરજેડી નેતા ફસાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1