Aapnu Gujarat
શિક્ષણ

ડીપીએસ ઈસ્ટ દ્વારા ‘ગ્રીનેથોન’નું આયોજન

આપણી ધરતીની સુરક્ષા તેમજ એ અંગે જાગૃતિ ઉભી કરવા દિલ્હી પબ્લિક સ્કૂલ – ઈસ્ટ (ડીપીએસ ઈસ્ટ) દ્વારા ‘ગ્રીનેથોન’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રીન ઈવેન્ટનો પ્રારંભ ધોરણ-10ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રવચન તેમજ ધરતી માતાના રક્ષણ માટેની પ્રતિજ્ઞાથી થયો. ગ્લોબલ ગ્રીન સ્કૂલીંગ અભિગમના સ્થાપક અને મુખ્ય મહેમાન શ્રી વિરેન્દ્ર રાવતના દ્વારા  રિબન કાપીને તથા ‘ગ્રીન વોક’ ને લીલી ઝંડી આપીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રાથમિક વિભાગના હેડ- કુ. કાજલ પૂરીએ વિદ્યાર્થીઓ, માતાપિતા તથા સ્ટાફને ‘ગો ગ્રીન’ પ્રયાસો હાથ ધરવા અનુરોધ કર્યો. ‘ગો ગ્રીન’ અને  ‘આજે જ વૃક્ષ વાવો’ તેવો અનુરોધ કરતાં  બેનર્સ અને પ્લેકાર્ડ પણ મુકવામાં આવ્યાં હતાં. આ વિચાર પ્રેરક નિર્દેશોનું નિરૂપણ વિદ્યાર્થીઓના માનસમાં કરવામાં આવ્યું હતું. જે એક દૂરગામી અસર પૂરવાર થઈને પર્યાવરણની જાળવણી માટેના સભાન નિર્ણયમાં પરિણમશે.

Related posts

જીટીયુમાં ચોરીના સંદર્ભે ૩૦૬ વિદ્યાર્થીઓને સજા

aapnugujarat

आईटीई प्रवेश कार्रवाई में गंभीर घोटाले लगातार जारी : अभिभावकों ने डीईओ ओफिस में हंगामा किया

aapnugujarat

નવરાત્રિ વેકેશન : CBSE સ્કુલોમાં અસમંજસની સ્થિતિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1