Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશ, બિહાર, ઉત્તરાખંડમાં આંધી તોફાનનો ખતરો ટળ્યો નથી

ઉત્તર પ્રદેશ અને બિહારમાં હજુ પણ તોફાન અને આંધીનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે ઉત્તરપ્રદેશ, ગંગાટીક, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં આંધી તોફાનની આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના કહેવા મુજબ આવતીકાલે ગુરુવારના દિવસે આ જગ્યા ઉપરાંત ઉત્તરાખંડ, બિહાર અને ઓરિસ્સામાં તોફાનનો ખતરો તોળાઈ રહ્યો છે. સોમવાર અને મંગળવારના દિવસે ઉત્તરપ્રદેશ અને બિહારમાં મોટાપાયે તોફાનના કારણે નુકસાન થયું હતું. મે મહિનામાં રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં કેટલાક વાવાઝોડા આવી ચુક્યા છે. દિલ્હીમાં ધૂળભરેલી આંધી ઉપરાંત હળવો વરસાદ પણ પડી શકે છે. મે મહિનામા પ્રચંડ તોફાન અને વરસાદથી છ રાજ્યોમાં ૧૩૦તી પણ વધારે લોકોના મોત થઇ ચુક્યા છે. આની સાથે જ એપ્રિલ બાદથી તોફાનોમાં મોતનો આંકડો ૩૧૮ ઉપર પહોંચ્યો છે. મેના પ્રથમ બે સપ્તાહમાં મોતનો આંકડો ૨૨૩ રહ્યો હતો.જ્યારે એપ્રિલ મહિનામાં ૫૫ લોકોના મોત થયા હતા. ગયા વર્ષે વાવાઝોડામાં ૧૯૭ના મોત થયા હતા જ્યારે ૨૦૧૬માં ૨૧૬ના મોત થયા હતા. છેલ્લા પાંચ સપ્તાહમાં ઉત્તર ભારતમાં તોફાન અભૂતપૂર્વ રહ્યું છે. મોનસુનની સિઝનમાં પણ ઉત્તરભારતમાં વરસાદ અને વાવાઝોડુ આવતું રહે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સામાન્યરીતે આ સ્થિતિ સર્જાય છે પરંતુ આ વખતે વહેલીતકે આ સ્થિતિ જોવા મળી રહી છે. અત્રે નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ધૂળભરેલા તોફાન અને વરસાદના લીધે ૧૩મી અને ૧૪મી મેના દિવસે ભારે નુકસાન થયું હતું. સંપત્તિને અભૂતપૂર્વ નુકસાન પણ થયું હતું. એકલા ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે નુકસાન થયું હતુ.જ્યાં ૩૯ લોકોના મોત થઇ ગયા હતા. બંગાળમાં ચાર, આંધ્રમાં નવ અને દિલ્હીમાં એકનું મોત થયું હતું. હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ, આસામ, મેઘાલય, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તમિળનાડુમાં પણ અનેક જગ્યાઓએ વરસાદ થયો હતો. થોડાક દિવસ પહેલા જ પ્રચંડ તોફાન અને વરસાદના કારણે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તરાખંડ અને પંજાબમાં ૧૩૪ લોકોના મોત થયા હતા અને ૪૦૦ લોકો ઘાયલ થયા હતા. એકલા ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે ૮૦ લોકોના મોત થયા હતા. ઉત્તરપ્રદેશમાં પણ આગરામાં સૌથી વધુ નુકસાન થયું હતું. નવમી મેના દિવસે ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં ફરી પ્રચંડ આંધી તોફાનમાં ૧૮ લોકોના મોત થયા હતા અને ૨૭ લોકો ઘાયલ થયા હતા. છેલ્લા ચાર સપ્તાહના ગાળામાં જ આંધી તોફાન અને પ્રંચડ વાવાઝોડા તેમજ વરસાદ સંબંધિત બનાવમાં ૨૦૦થી પણ વધુ લોકોના મોત થઇ ગયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. મે મહિનામાં વારંવાર આંધી અને તોફાનની સ્થિતી સર્જાઇ છે. અત્રે નોંધનીય છે કે, ભીષણ ગરમી વચ્ચે હવે ફરી એકવાર આંધી-તોફાન અને વરસાદે તાંડવ મચાવી દેતા સોમવાર અને મંગળવારના દિવસે ૪૦થી વધારે લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. આંધી તોફાનના કારણે ભારે નુકસાન પણ થયુ હતું. બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં આંધી અને તોફાન તેમજ વરસાદના કારણે ભારે નુકસાન થયુ હતું. સૌથી વધારે નુકસાન બિહારમાં થયુ હતું. જ્યાં હજુ સુધી ૧૭ લોકોના મોત થઇ ગયા હતા. બીજી બાજુ ઝારખંડમાં ૧૪ લોકો લોકોના મોત થયા હતા. ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં વિજળી પડવાના કારણે પાંચ લોકોના મોત થયા હતા. બેહાલ કરી રહેલી ગરમી વચ્ચે સોમવારે સાંજે વરસાદની શરૂઆત થઇ હતી. જેના કારણે ઉત્તર ભારતમાં કેટલાક વિસ્તારોમાં પારો ગગડી ગયો હતો. બિહારમાં સૌથી વધારે નુકસાન થયુ છે. અહીં ૧૭ લોકોના મોતના અહેવાલને સમર્થન મળી ચુક્યુ છે. ઘાયલ થયેલા લોકોને હજુ સારવાર આપવામાં આવી રહી છે. આંધી અને તોફાનના કારણે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. સૌથી વધારે નુકસાન ઔરંગાબાદમાં થયુ છે. જ્યાં પાંચ લોકો આંધી અને તોફાનના સંકજામાં આવી ગયા હતા. આ ઉપરાંત કટિહાર, નવાદા, મુંગેર, રોહતાસ પણ ભારે નુકસાન થયુ છે. આંધી તોફાનના કારણે ઉત્તરપ્રદેશને પણ અસર થઇ હતી. ઉન્નાવ જિલ્લામાં વીજળી પડવાથી પાંચ લોકોના મોત થયા હતા. બીજી બાજુ કેટલીક જગ્યાએ પાણી ભરઇ ગયા હતા.
વૃક્ષો ધરાશાયી થવાના કારણે ટ્રાફિક જામની સ્થિતી સર્જાઇ હતી.

Related posts

उन्नाव कांड : एम्स में लगी अदालत, जज लेंगे बयान

aapnugujarat

યુવકને ઓનલાઇન બિરયાનીનો ઓર્ડર ૫૦ હજારમાં પડ્યો!

aapnugujarat

લોકસભા ચૂંટણી ભાજપ રાષ્ટ્રવાદના મુદ્દાને જીવંત રાખવા તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1