Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ આજથી શરૂ

૧૦ લાખથી વધુ બેંક કર્મચારીઓ આવતીકાલથી રાષ્ટ્રવ્યાપી હડતાળ ઉપર ઉતરી રહ્યા છે. બે દિવસ સુધી ચાલનાર આ હડતાળના કારણે બેંકિંગ સેવા સંપૂર્ણપણે ખોરવાઈ જાય તેવી શક્યતા છે.
ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશનના લોકોનું કહેવું છે કે, બે ટકાના પગાર વધારાની ઓફર કરવામાં આવ્યા બાદ પણ કર્મચારીઓ સંતુષ્ટ દેખાયા નથી. નવ યુનિયનોની સંસ્થા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનો દ્વારા આ હડતાળ પાડવામાં આવી રહી છે. બેંકરો પગારમાં સુધારાને લઇને માંગણી કરી રહ્યા છે. પહેલી નવેમ્બર ૨૦૧૭ બાદથી પગાર વધારાનો મામલો અટવાયેલો છે.
ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશનના લીડર સીએચ વેંકટચલને આજે માહિતી આપતા કહ્યું હતું કે, ૪-૭ના સ્કેલમાં બેંક ઓફિસરો માટે પગાર મંત્રણાને લઇને પણ દુવિધાભરી સ્થિતિ છે. સોમવારના દિવસે સમાધાન બેઠક યોજવામાં આવી હતી. ચીફ લેબર કમિશનરે ૪-૭ના સ્કેલમાં ઓફિસરો માટે પગાર મંત્રણા ડીલિંકિંગ જેવા નવા મુદ્દા ન ઉઠાવવા ઇન્ડિયન બેંક એસોસિએશનને કહેવામાં આવ્યું હતું. સીએલસી દ્વારા હડતાળના મુદ્દાને ઉકેલી કાઢવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં કોઇ ઘટનાક્રમ જોવા મળ્યો ન હતો જેથી હવે ૩૦ અને ૩૧મીના દિવસે હડતાળ પડશે. ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફડરેશનના જનરલ સેક્રેટરી ડીટી ફ્રાન્કો દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. ૧૪ બેંકોએ પગારના મામલામાં સ્કેલ સાત સુધી ઓફિસરોને કવર કરવા માટે કહ્યું છે. બેંકિંગ હડતાળને લઇને પહેલાથી જ કર્મચારીઓને કહેવામાં આવી ચુક્યું છે. આઈબીએના ઓફિસરોનું કહેવું છે કે, મંત્રણાના કેટલાક રાઉન્ડ થઇ ચુક્યા છે. મંત્રણા માટે હજુ પણ વિકલ્પ રહેલા છે. દસ લાખથી વધારે બેંક કર્મચારીઓ આવતીકાલે બે દિવસની હડતાળ પર ઉતરનાર છે. સુચિત પગાર વધારા સામેના વિરોધમાં તેમની હડતાળને ટાળી દેવા માટે બેંક યુનિયનોને સમજાવવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ રહ્યા બાદ હવે આવતીકાલે બુધવારે હડતાળ પડનાર છે.
એડિશનલ લેબર કમીશનર રાજન વર્માએ બેક યુનિયન સાથે વાત કરી હતી. હડતાળ ન પડે તે માટે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જો કે યુનિયનોના પ્રતિનિધીઓ તૈયાર થયા ન હતા. ચીફ લેબર કમીશનરે હડતાળ સંબંધિત મુદ્દાને ઉકેલવાના બનતા તમામ પ્રયાસો કર્યા હતા. જો કે બેન્કરોએ કહ્યુ હતુ કે તેઓ સુચિત પગાર વધારાના મામલે ફેરવિચારણા કરવા માટે તૈયાર છે. આઇબીએના અધિકારીઓ કહે છે કે પગારના મામલે કેટલાક રાઉન્ડની વાતચીત થઇ ચુકી છે. જંગી એનપીએના મામલે પણ વાતચીત થઇ છે.
અધિકારીઓનુ કહેવુ છે કે પગારમાં માત્ર બે ટકા વધારાની ઓફર કરવામાં આવી હતી. બેંક યુનિયનોની દલીલ છે કે પગારમાં વધારો બેંકોના બેડ લોન સાથે સંબંધિત હોવો જોઈએ નહી. વર્ષ ૨૦૧૨માં છેલ્લી વખત પગારમાં વધારો કરવામાં આવ્યો હતો.એ વખતે બેક કર્મચારીઓને ૧૫ ટકાનો પગાર વધારો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, બેંક કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળ આવતીકાલથી શરૂ થઇ રહી છે. ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફડરેશનના જનરલ સેક્રેટરી ડીટી ફ્રેન્કોએ કહ્યું છે કે, ૧૦ લાખ બેંક કર્મચારીઓ આ હડતાળમાં સામેલ થઇ રહ્યા છે જેમાં ખાનગી અને સરકારી બેંકોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. વાતચીતની પ્રક્રિયા દરમિયાન બેંક યુનિયનોએ ચીફ લેબર કમિશનરને સાફ શબ્દોમાં કહ્યું હતું કે, બે ટકાનો પગાર વધારો જે પાંચમી મેના દિવસે યોજાયેલી બેંકરો અને યુનિયનો વચ્ચેની બેઠકમાં મુકવામાં આવ્યો હતો તે કોઇપણ કિંમતે સ્વીકાર્ય નથી. વધતી જતી મોંઘવારી અને વધુ ખર્ચાળ બની રહેલા જીવન ધોરણને ધ્યાનમાં લઇને આ પ્રકારની ઓફર બિલકુલ અયોગ્ય દેખાઈ રહી છે.
આઈબીએના અધિકારીઓનું કહેવું છે કે, પગાર મંત્રણાના સંદર્ભમાં તમામ પ્રકારની ચર્ચાના રાઉન્ડને બેંકોમાં બેડલોન અથવા તો લોન પરફોર્મિંગ એસેટને લઇને કોઇ લેવા દેવા નથી. પગાર વધારાના મામલાને આની સાથે જોડવામાં આવે તે યોગ્ય નથી.

Related posts

आर्थिक वृद्धि इस समय सबसे बड़ी प्राथमिकता हैं : RBI गवर्नर शक्तिकांत दास

aapnugujarat

भारतीय रेलवे दुनिया की पहली ग्रीन रेलवे होगी : गोयल

aapnugujarat

બજેટ : ખેડૂતને ખાતામાં દર વર્ષમાં ૬૦૦૦ જમા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1