Aapnu Gujarat
શિક્ષણ

ધોરણ ૧૦ બોર્ડ પરીક્ષાનું પરિણામ ૨૮મીએ જાહેર

ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ-ર૦૧૮માં લેવાયેલી ધોરણ-૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામની તારીખ આજે બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી હતી. જે મુજબ, તા.૩૧મી મેના રોજ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. ઉપરાંત એપ્રિલ ર૦૧૮માં સેમેસ્ટર સિસ્ટમની પરીક્ષા લેવાઇ હતી, તેનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની માર્કશીટનું વિતરણ જિલ્લા વિતરણ સ્થળો પર તા. ૩૧મેના રોજ સવારે ૧૧ કલાકથી ૪ વાગ્યા સુધી થશે. આ સિવાય સવારે ૮ વાગ્યે ડબલ્યુડબલ્યુડબલ્યુ. જીએસઇબી.ઓઆરજી પર પણ પરિણામ મુકવામાં આવશે, જે વિદ્યાર્થીઓ અને વાલીઓ ઓનલાઇન ઘેરબેઠા પણ જોઇ શકશે. ઉલ્લેખનીય છે કે, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૪.૭૫ લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી. ધોરણ-૧૨ના સામાન્ય પ્રવાહના બે દિવસ પહેલાં એટલે કે, તા.૨૮મી મેના રોજ ધોરણ-૧૦નું પરિણામ જાહેર થનાર છે. આમ, બે બે દિવસના અંતરમાં બોર્ડના બે પરિણામ જાહેર થનારા હોઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્તેજના ફેલાઇ છે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગ દ્વારા ર૦૧૧ના વર્ષથી ધો.૧ર સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહની સેમેસ્ટર સિસ્ટમ અમલમાં મુકાઇ હતી ત્યાર બાદ શિક્ષણ વિભાગે ર૦૧૬-૧૭ના શૈક્ષણિક સેમેસ્ટર સિસ્ટમને રદ કરી હતી. તેવા સંજોગોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો હતો કે બોર્ડ દ્વારા સેમેસ્ટર પદ્ધતિમાં નાપાસ થયા હોય અને પરીક્ષા આપવાની પાત્રતા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે આ ખાસ સેમેસ્ટર પરીક્ષાનું આયોજન કરાયું હતું. આ પરીક્ષા જિલ્લાના અલગ અલગ મથકો પર લેવાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સેમેસ્ટર સિસ્ટમ રદ કર્યા બાદ ત્રણથી ચાર લાખ જેટલા વિદ્યાર્થી નાપાસ થયા હતા તેમજ ગેરહાજર રહ્યા હોય અથવા કોપી કેસ કે અન્ય પ્રકારના ગેરરીતિના કિસ્સામાં પકડાયા હોય તેવા તમામ વિદ્યાર્થીઓનું પરિણામ તા.૩૧મી મેના રોજ શિક્ષણ વિભાગની વેબસાઇટ પર જોવા મળશે. વિદ્યાર્થીઓને આ પરિણામ પણ ડબલ્યુડબલ્યુડબલ્યુ. જીએસઇબી.ઓઆરજી નામની વેબસાઇટ પર સવારે ૮ વાગ્યાથી જોવા મળશે.

Related posts

વિદ્યાર્થીમાં ઉત્તમ કારકિર્દી માટે ફાયર ટેકનો એન્ડ સેફટીનો ક્રેઝ

aapnugujarat

વિરમગામ તાલુકાના ગોરૈયા ગામમાં વિજ્ઞાન પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું

aapnugujarat

પ્રદીપ ગુલાબચંદ પટેલને પીએચડીની ડિગ્રી એનાયત કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1