Aapnu Gujarat
ગુજરાત

વર્ષા-હવામાનની પરિસ્થિતિની સમીક્ષા કરાઈ

રાજ્યમાં વર્ષાઋતુ ૨૦૧૮ દરમિયાન વરસાદ અને હવામાનની પરિસ્થિતિની સમીક્ષા તેમજ આગોતરા સલામતી આયોજન અંગે જરૂરી ભલામણો માટે વેધર વોચ ગ્રુપ સમિતિની રચના કરવામાં આવી છે. મહેસુલ મંત્રી કૌશિક પટેલે આ અંગેની વિગતો આપતા જણાવ્યું કે રાજ્યના રાહત કમિશનરના અધ્યક્ષ સ્થાને શહેરી વિકાસ જીએસડીએમએ, નર્મદા જળસંપત્તિ, મત્સ્યોદ્યોગ, ઉર્જા, પાણી પુરવઠો, આરોગ્ય, વન તેમજ કૃષિ, બાયસેગ સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ૨૪ જેટલા વરિષ્ઠ અધિકારીઓના આ સમિતિમાં સભ્યો તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. મહેસુલમંત્રીએ કહ્યું કે, આગામી ૧ જુન ૨૦૧૮થી ૩૧મી ઓક્ટોર ૨૦૧૮ના ચોમાસા સમયગાળા દરમિયાન વખતોવખત સમીક્ષા હાથ ધરવા સપ્તાહના દર મંગળવારે બપોરે આ બેઠક સ્ટેટ ઇમરજન્સી કન્ટ્રોલરૂમ ખાતે મળશે. તેમણે ઉમેર્યું હતું કે, સમિતિ વેધર વોચ અને આપત્તા વ્યવસ્થાપનની સમીક્‌,ા પણ કરશે અને હવામાનની પરિસ્થિતિ, તાપમાન, સમુદ્રનું સંભવિત વાવાઝોડુ અને ડિપ્રેશનની આગાહી અને તેની સમીક્ષા, સેટેલાઇટ ઇમેજ તથા નક્શા, પાક પરિસ્થિતિ, વરસાદની પરિસ્થિતિ, માછીમાર અને સંભવિત અસરગ્રસ્તોને સમયસર ચેતવણી વગેરે બાબતોની ચર્ચા સમીક્ષા કરી જરૂરી ભલામણો કરશે. કૌશિક પટેલે જણાવ્યું હતું કે, મોસમ વિભાગ, એનડીઆરએફ, એરફોર્સ, આર્મી, કોસ્ટગાર્ડ જેવી કેન્દ્રીય એજન્સીના અધિકારીઓનો પણ આ કમિટિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ, જરૂરિયાત મુજબ ેબઠકમાં અન્ય વિભાગો કે સંબંધિત ખાતોના અધિકારીઓને પણ બોલાવવામાં આવશે. મહેસુલ મંત્રીએ કહ્યું કે, દર મંગળવારે મળનારી આ વેધર વોચ કમિટિની બેઠકની વિગતો મુખ્ય સચિવને સચિવોની બેઠકમાં યોગ્ય સૂચનો પરામર્શ માટે પણ આપવામાં આવશે. રાજ્યમાં વરસાદી મોસમમાં કુદરતી આફત જાનમાલ નુકસાન અટકાવી શકાય તેમજ મહત્તમ સુરક્ષાત્મક પગલાનું આગોતરું આયોજન થઇ શકે તે હેતુસર આ વેધર વોચ કમિટિ રચવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Related posts

સાપુતારામાં ગીરા ધોધનું આહલાદક વાતાવરણ નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા

aapnugujarat

गुजरात BJP की नई संसदीय बोर्ड टीम की घोषणा

editor

યુવા નેતા હાર્દિક પટેલનો ભાજપમાં દબદબાભેર પ્રવેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1