Aapnu Gujarat
ગુજરાત

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાંધેજા ગામના ચગોળા તળાવ ઉંડુ કરવાની કામગીરીની મુલાકાત લીધી

ગાંધીનગર જિલ્લામાં સુજલામ્ સુફલામ્ જળ સંચય અભિયાન અંતર્ગત વિવિધ ગામોમાં તળાવ ઉંડા કરવાના કામો ચાલી રહ્યાં છે. આજે ગાંધીનગરની નજીક આવેલા રાંધેજા ગામના ચગોળા તળાવ ઉંડા કરવાની કામગીરીની મુલાકાત નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે લીધી હતી. તે ઉપરાંત નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાંધેજા ગામના નાળિયું તળાવ ઉંડું કરવાની કામગીરીનું ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું.

રાંધેજા ગામના ચગોળા તળાવની મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ગામના સરપંચ અને અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી. ઉપસ્થિત ગ્રામજનો દ્વારા નાયબ મુખ્યમંત્રીશ્રીને માહિતી આપવામાં આવી હતી કે, ચગોળા અને નાળિયું તળાવ ઉંડુ કરવાથી ગામની જમીનને સિંચાઇનો લાભ મળશે. ગામમાં આવા કુલ ૧૩ તળાવ હોવાનું પણ જણાવાયું હતું.

ચગોળા તળાવ ઉંડુ કરવાની કામગીરીની વિગત આપતાં પ્રાંત અધિકારી શ્રી ઋતુરાજ દેસાઇએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલેને જણાવ્યું હતું કે, ચગોળા તળાવનો એરિયા ૪,૭૫૫ હેકટર છે. હાલમાં તળાવમાં ૬ લાખ ૭૦ હજાર ઘનફૂટ પાણીનો સંગ્રહ થઇ શકે છે, પરંતુ તળાવને ઉંડુ કરવાની કામગીરી પૂર્ણ થયા બાદ તળાવની પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં ૮ લાખ ૩૦ હજાર ઘનફૂટ વધારો થશે. એટલે કે ચગોળા તળાવનું કામ પૂર્ણ થયા બાદ કુલ ૧૫ લાખ ઘનફૂટ પાણી સંગ્રહ થશે, જેના થકી આસપાસની ૧૨૦ એકર જમીનને સિંચાઇનો લાભ મળશે. આ કામ માટે ૭ લાખનો અંદાજે ખર્ચે થશે.

તે ઉપરાંત નાળિયું તળાવ અંદાજે રૂપિયા ૧૦ લાખના ખર્ચે ઉંડું કરવાની કામગીરી પૂર્ણ થશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ નાળિયું તળાવની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા લગભગ બમણી એટલે કે ૨૫ મિલીયન કયુબક ફૂટ થઇ જશે.

રાંધેજા ગામની તળાવની મુલાકાત દરમિયાન ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શોભનાબેન વાઘેલા, ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શ્રી અશોકભાઇ પટેલ, ગામના અગ્રણી શ્રી રસિકભાઇ પટેલ, ભાજપના અગ્રણી શ્રી આઇ.બી.વાઘેલા, ગામના સરપંચ, ગાંધીનગર મામલતદાર શ્રી એ. જે. જોષી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

પાલડીમાં શિવ મંદિર તોડવાનો વિવાદ ગંભીર

aapnugujarat

ન્યુ યર સેલિબ્રિટેશન : સેંકડો દારૂડિયાઓની ધરપકડ થઇ

aapnugujarat

વિસર્જન માટે પુલો પર ક્રેઇન ન મુકવાનો નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1