Aapnu Gujarat
ગુજરાત

બારડોલીમાં ધોરણ-૧૦ની સ્ટુડન્ટના અપહરણ બાદ ગેંગરેપ

બારડોલીની એક ધોરણ ૧૦ની સ્ટુડન્ટનું અપહરણ બાદ ગેંગરેપ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સ્ટુડન્ટને ઘરેથી અપહરણ કર્યા બાદ એક દુકાનમાં ગોંધી રાખી ત્રણ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે. હાલ સ્ટુડન્ટને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લાવવામાં આવી હતી.મળતી માહતી એનુસાર, બારડોલીના એમએન પાર્ક પાસે ૧૫ વર્ષીય ધોરણ ૧૦ની સ્ટુડન્ટનું ઘર નજીકથી રિક્ષામાં અપહરણ કર્યા બાદ એક દુકાનમાં ગોંધી રાખવામાં આવી હતી. સગીરાના પિતા દ્વારા બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં પોલીસ અપહરણ, દુષ્કર્મ અને પોસ્કો હેઠળ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.સગીરાને આજે ડીવાયએસપી સહિતના પોલીસ કાફલા સાથે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ અર્થે લાવવામાં આવી હતી. આરોપીઓએ અપહરણ બાદ સોનીની દુકાનમાં વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. પોલીસે નરેશ ઉર્ફે અજય ધર્માજવરે, છોટુ અને આકાશ નામના ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે ણુખ્ય આરોપી નરેશને પોલીસ પકડી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. અને પોલીસ અપહરણ માટે ઉપયોગમાં લેવાયેલી રિક્ષા પણ કબજે કરી છે.

Related posts

ઝહીરાબાદ ગામ પંચાયતની હાલત કફોડી

editor

અક્લેશ્વરના અમરપૂરા ગામે વઘુ એક ખાન ખનીજ ચોરીનો પર્દાફાશ થયો

aapnugujarat

કેસરડી જોધલપીરના વંશજ શ્રી લાલદાસ બાપુએ રાણકીવાવની મુલાકાત લીધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1