Aapnu Gujarat
શિક્ષણ

અમદાવાદ ઝોનની વધુ ૩૩ શાળાની પ્રોવીઝનલ ફી જાહેર

અમદાવાદ ઝોનની ૫ જિલ્લાઓની વધુ ૩૩ ખાનગી સ્કૂલોઓની પ્રોવિઝનલ ફી ની જાહેરાત આજે એફઆરસી( ફી રેગ્યુલેશન કમીટી) દ્વારા કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ, પાટણ, અરવલ્લી, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની ૩૩ શાળાઓની ફી માં રૂ.૭૦૦થી રૂ.૪૬,૪૦૦ સુધીનો નોંધપાત્ર ઘટાડો કરાયો છે. જેમાં અમદાવાદ શહેરની ૫ શાળાઓની ફીમાં રૂ.૩૪૬૦થી રૂ.૪૪,૫૦૦ સુધીનો ઘટાડો કરાયો છે. એફઆરસી દ્વારા જાહેર કરાયેલી પ્રોવીઝનલ ફીને પગલે આજે વાલીઆલમમાં મિશ્ર પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. આ પહેલાં અમદાવાદ ઝોનની ૧૫૩ શાળાઓની પ્રોવીઝનલ ફી એફઆરસી દ્વારા જાહેર કરવામાં આવી હતી, જેમાં ગઇકાલે વધુ ૩૩ શાળાઓની પ્રોવીઝનલ ફી નક્કી થતાં હવે અમદાવાદ ઝોનની કુલ ૧૮૬ શાળાઓની પ્રોવીઝનલ ફી અમદાવાદ ઝોનની ફી નિયમન સમિતિ દ્વારા નક્કી કરવામાં આવી છે. આ જ રીતે અગાઉ સુરત ફી નિયમન ઝોનલ કમીટી દ્વારા ૫૭ અને વડોદરા ફી નિયમન ઝોનલ કમીટી દ્વારા ૧૮ શાળાઓની પ્રોવીઝનલ ફી નક્કી કરવામાં આવી હતી. એફઆરસી દ્વારા નક્કી કરાયેલી પ્રોવીઝનલ ફી સામે સંબંધિત શાળાને વાંધો હોય તો તેમણે એક સપ્તાહમાં ફી નિયમન ઝોનલ કમીટી સમક્ષ પોતાની રજૂઆત કરવાની રહેશે. જે તે શાળાની ફી નિયમનની આ પ્રક્રિયા સુપ્રીમકોર્ટના આખરી ચુકાદાને આધીન રહેશે. ૩૩ શાળાઓની નક્કી કરાયેલી પ્રોવીઝનલ ફીમાં જે તે શાળાએ કરેલી ફીની દરખાસ્ત સામે ઝોનલ કમીટીએ મંજૂર રાખેલી ફીની તુલનામાં ૩૩ શાળાઓમાં મહત્તમ રૂ.૭૦૦થી રૂ.૪૬,૪૦૦નો નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો હોવાનું શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. અમદાવાદ શહેરની પાંચ શાળાઓએ કરેલી દરખાસ્ત સામે ફી નિયમન સમિતિ, અમદાવાદ ઝોને મંજૂર કરેલી ફીની તુલનામાં રૂ.૩૪૬૦થી રૂ.૪૪,૫૦૦ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. જયારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની આઠ શાળાઓએ કરેલી દરખાસ્તની મંજૂર કરાયેલ ફીની તુલનામાં રૂ.૧૮૫૦ થી રૂ.૪૦,૦૦૦ સુધીનો ઘટાડો કરાયો છે. મહેસાણા જિલ્લાની બે શાળાઓમાં રૂ.૫૬૦૦થી રૂ.૪૬,૪૦૦ અને પાટણ જિલ્લાની એક શાળામાં રૂ.૭૦૦થી રૂ.૧૧૦૦નો ઘટાડો કરવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાની પાંચ શાળાઓમાં પણ રૂ.એક હજારથી લઇ રૂ.૨૬ હજાર સુધીનો ઘટાડો કરાયો છે. જયારે ગાંધીનગર જિલ્લાની ૧૨ શાળામાં રૂ.૩૪૦૫થી રૂ.૩૬,૫૦૦નો ધરખમ ઘટાડો કરાયો હોવાનું શિક્ષણમંત્રીએ ઉમેર્યું હતું.

Related posts

ઓસ્ટ્રેલિયાની સ્ટુડન્ટ વિઝા પ્રોસેસ ઝડપી થઈ

aapnugujarat

એસવીઆઈટી – વાસદ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ

editor

પરીક્ષા ખંડમાં જો ઇશારો પણ કર્યો તો રિઝલ્ટ રદ કરી દેવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1