Aapnu Gujarat
મનોરંજન

સારી અભિનેત્રી હોવા છતાં પત્રલેખા પાસે ફિલ્મ નથી

બોલિવુડમાં કુશળ અભિનેત્રીઓને પણ હાલના સમયમાં ફિલ્મો મળી રહી નથી. ગળા કાપ સ્પર્ધા અને બાંધછોડની આ દુનિયામાં કુશળ અભિનેત્રી પત્રલેખા ફિલ્મો મેળવી રહી નથી. તેનુ કહેવુ છે કે સારી પટકથા ધરાવતી ફિલ્મો મળવી સરળ નથી. તે સારી ફિલ્મો કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી સતત પ્રયાસ કરી રહી છે. તેની પાસે હાલમાં સારી પટકથા ધરાવતી ફિલ્મો આવી રહી નથી.ય પત્રલેખાને બોલિવુડમાં ચાર વર્ષનો સમય ગાળો થઇ ગયો હોવા છતાં તે બોલિવુડમાં ટકી રહેવા માટે ઉત્સુક છે. ચાર વર્ષના ગાળામાં તે સતત સારી ફિલ્મો મેળવી લેવા માટે સંઘર્ષ કરી રહી છે. ફિલ્મો હાથ લાગી રહી નથી. તમામ લોકો જાણે છે કે પત્રલેખાએ વર્ષ ૨૦૧૪માં ફિલ્મ સિટી લાઇટ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. બોલિવુડ દ્વારા પણ આ ફિલ્મની નોંધ લેવામાં આવી હતી. સિટી લાઇટ ફિલ્મ તમામ ચાહકોને પણ ગમી ગઇ હતી. પત્રલેખા પાસે હાલમાં કેટલાક પ્રોજેક્ટ રહેલા છે. જો કે તેની ઇચ્છામુજબના રોલ હજુ તેને મળી રહ્યા નથી. તેની પાસે હાલમાં જે ફિલ્મ છે તેમાં અભય દેઓલની સાથે રહેલી ફિલ્મનો સમાવેશ થાય છે. ફિલ્મમાં તે મોટા રોલમાં નજરે પડનાર છે. ફિલ્મ નાનુ કી જાનુમાં તે કામ કરી રહી છે. ફિલ્મના સંબંધમાં વાત કરતા પત્રલેખા કહે છે કે આ પિલ્મ યુવા પેઢીને ધ્યાનમાં લઇને બનાવવામાં આવી છે. જે તમામને ગમી જશે. ફિલ્મની પટકથા ખુબ સારી રાખવામાં આવી છે. અભય દેઓલની પ્રશંસા કરતા તે હાલમાં થાકતી નથી. તેના કહેવા મુજબ દેઓલ એક કુશળત અભિનેતા છે. તેની ફિલ્મો પહેલા પણ લોકો પસંદ કરી ચુક્યા છે. પત્રલેખા બોલિવુડમાં હાલમાં સંઘર્ષ કરી રહી હોવા છતાં બોલિવુડમાં પોતાની કેરિયર બનાવવા માટે તે સજ્જ છે.

Related posts

रणवीर और दिपीका के रस्ते अलग-अलग हुए

aapnugujarat

રોહિત શેટ્ટી હવે લેડી પોલીસને કેન્દ્રમાં રાખી ફિલ્મોનું દિગ્દર્શન કરશે

aapnugujarat

સુશાંત આગામી ફિલ્મમાં ડાકુના પડકારરૂપ રોલમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1