Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પ્રભાસ અને શ્રદ્ધા કપુરની સાહોમાં અનેક કલાકારો

શ્રદ્ધા કપુર અને બાહુબલી ફિલ્મના અભિનેતા પ્રભાસની જોડી હવે નવી ફિલ્મમાં જોવા મળનાર છે. આ ફિલ્મનુ શુટિંગ હાલમાં ઝડપથી ચાલી રહ્યુ છે. જો કે આ ફિલ્મ વર્ષ ૨૦૧૯ પહેલા કોઇ કિંમતે રજૂ કરી શકાશે નહીં. રજૂઆતની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ફિલ્મમાં અનેક કલાકારો છે તેવા અહેવાલ આવ્યા બાદ ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે. ફિલ્મના અન્ય કલાકારો સાથે વાતચીત ચાલી રહી છે. આ ફિલ્મ ત્રણ ભાષામાં બનનાર છે. જેથી ઉત્સુકતા વધી ગઇછે. હવે મળેલી માહિતી મુજબ ફિલ્મમાં અનેક હિન્દી ફિલ્મોના ટોપ સ્ટાર કામ કરવા જઇ રહ્યા છે. જેમાં જેકી શ્રોફ, ચંકી પાન્ડે અને મહેશ માંજરેકર કામ કરી રહ્યા છે. ટીનુ આનંદ પણ કામ કરી રહ્યા છે. ફિલ્મમાં વિજય કુમારના પુત્ર અને પ્લે બેક સિંગર અરૂણ વિજય પણ કામ કરનાર છે. ફિલ્મમાં મલયાલમ સ્ટાર મિસ્ટર લાલ પણ કામ કરી રહ્યો છે. ઉપરાંત નીલ નિતિન મુકેશની પણ ભૂમિકા છે. પ્રભાસ અભિનિત ફિલ્મ માટે શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. આફિલ્મ હાઇટેક એક્શન ડ્રામાં ફિલ્મ છે. ફિલ્મ હિન્દી, તમિળ અને તેલુગુ ભાષામાં બની રહી છે. ફિલ્મમાં હાઇટેક એક્શન સીન રાખવામાં આવ્યા છે. ફિલ્મની પટકથા સુજીતે લખી છે. નિર્દેશનની જવાબદારી પણ તે પોતે અદા કરી રહ્યા છે. આ ફિલ્મ આગામીવર્ષે રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. દેશભરમાંબાહુબલી નામથી પ્રભાસ વધારે ઓળખાય છે. તે ફિલ્મ જગતના સૌથી મોટા સ્ટાર તરીકે ઉભરી ચુક્યો છે.શ્રદ્ધા કપુરને પણ મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે. આ ફિલ્મ બાદ શ્રદ્ધાની કેરિયરમાં નવા પ્રાણ ફુંકાઇ શકે છે. શ્રદ્ધા કપુરને સતત સારી ફિલ્મોમળી રહી છે પરંતુ તેની ફિલ્મો ફ્લોપ સાબિત થઇ રહી છે. તેની કેરિયરમાં ફરી તેજી આવી શકે છે.

Related posts

Floods and landslides triggered by heavy rains in Nepal, 17 died

aapnugujarat

नेतन्याहू फिर बने लिकु़ड पार्टी के नेता

aapnugujarat

કોરોનાએ વૈશ્વિક અર્થતંત્રનો દાટ વાળ્યો : વર્લ્ડ બેંક

editor

Leave a Comment

UA-96247877-1