Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતનો વિકાસ અમારો મુખ્ય સંકલ્પ : નીતિન પટેલ

રાજ્યમાં સમાજમાં તમામ વર્ગોનો સમતોલ વિકાસ કરવામાં આવી રહ્યો છે. રાજયની વર્તમાન સરકાર વિકાસને વરેલી સરકાર છે. ગુજરાતનો વિકાસ એ જ અમારો સંકલ્પ છે એમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગોથાણ ગામે જહાંગીપુરા-વરિયાવ-નવીપારડી ગામને જોડતા ૧૫૮ કરોડના ખર્ચે નિર્મિત રેલ્વે ઓવરબ્રિજ અને એપ્રોય રસ્તો તથા કામરેજ તાલુકાના વલથાણ ગામે ૨.૫૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સર્કિટ હાઉસના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી વણથંભી વિકાસયાત્રાનો ચિતાર રજુ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પ્રજાલક્ષી, ખેડુતલક્ષી અને ગરીબલક્ષી પ્રજાઉત્થાનના કામો કરી રહી છે એમ કહી તેમણે પ્રજાને વિકાસ જોઈએ છે અને એમ સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને ચરિતાર્થ કરવાની દિશામાં આગળ વધીને છીએ એમ જણાવ્યું હતું. વધુમાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય અને દેશમાં સરકાર વિરોધી અપપ્રચાર અને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે જેનાથી નાગરિકોએ દુર રહેવું જોઈએ એમ ઉમેરી તેમણે રાજ્યની પ્રજાએ ફરી એકવાર આ સરકાર પર વિશ્વાસ મુક્યો છે, જેને સાર્થક કરીશું એમ જણાવી તેમણે સુરતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા ૩૫૦ કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે એમ જણાવી તેમણે સુરત મહાનગર અને જિલ્લામાં પ્રજાલક્ષી એક પણ કામ બાકી રહેશે નહિં તેમ તેમણે જણાવ્યું હતું. સુરતના સાંસદ દર્શનાબેન જરદોશે ઓલપાડ તાલુકામાં સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસકામો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, માત્ર ઓલપાડ તાલુકામાં જ ૧૬૦૦થી ૨૦૦૦ કરોડના કામો કરવામાં આવ્યા છે. ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે ઓલપાડ તાલુકામાં ૭૫૦ કરોડના માર્ગ અને પુલોના કામો કરવામાં આવ્યા છે એમ જણાવી ૩૬ લાખના ખર્ચે મોટા વરાછાથી ઉમરાને જોડતો પહોળો કરવામાં આવશે એમ ઉમેર્યું હતું. ઉપરાંત તેમણે સાયણથી મોટા વરાછા રોડને પહોળો કરવાની દરખાસ્ત પણ સરકારમાં કરી દેવામાં આવી હોવાનું જણાવી રાજ્ય સરકાર દ્વારા તાલુકાના ગામોમાં કરવામાં આવી રહેલી કામગીરી અંગે પણ વિગતે છણાવટ કરી હતી.

Related posts

સપ્તધારા થી સ્વાસ્થ્ય અંતર્ગત અમદાવાદ જિલ્લાના કર્મચારીઓએ બાયસેગ સેટકોમ માધ્યમથી સંવાદ કર્યો

aapnugujarat

गोमतीपुर में साले ने बहनोई पर चाकू से हमला किया

aapnugujarat

કાંકરિયા વિસ્તારમાં સટોડિયા પતિના ત્રાસથી ત્રસ્ત પત્નીએ આત્મહત્યા કરી લીધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1