Aapnu Gujarat
Uncategorized

ગીર-સોમનાથનાં ગુંદાળા ગામમાં પાણીનો કકળાટ શરૂ

ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ૧૧૫૦ની વસ્તી ધરાવતા ગુંદાળા ગામમાં પાણી માટે સવારથી લાંબી કતારો લાગે છે. ગામ માં નર્મદાનું પાણી પંપ સુધી પહોંચે તો છે પણ નળ લાઈન ખરાબ હોવાથી ઘરે-ઘરે પહોંચતું નથી. ગામથી પાણીનો સમ્પ દૂર હોવાથી લોકો પાણી ભરવા હંડ પંપનો ઉપયોગ કરે છે. ગામમાં ત્રણ હેન્ડપંપમાંથી એક જ હેન્ડ પંપમાં પાણી આવે છે. જમીનમાંથી તેના દ્વારા પાણી ખેંચી ક્ષારયુક્ત સ્વાસ્થ્ય માટે હાનિકારક પાણી પીએ છે.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

પ્રેમીકાએ કહી દીધુ કે પહેલા તું વ્યસન મુક્ત થા, પછી લગ્નનો પ્રસ્તાવ લઇને હું તારા ઘરે આવીશ

aapnugujarat

પે ટીએમ અને કેવાયસીના નામે ફ્રોડ કરનારા બે શખ્સોની ધરપકડ

editor

અમદાવાદનો કોરોના ડેથ રેટ દેશમાં સૌથી ઉંચો

editor

Leave a Comment

UA-96247877-1