Aapnu Gujarat
ગુજરાત

ટ્રાફિક હળવો કરવા ૩૦ મોટા શહેરોમાં ૨,૮૬૪ સિટી બસો દોડાવાશે : નિતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ૮ મહાનગરો અને અ વર્ગની પાલિકા ધરાવતા ૨૨ શહેરોમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે ઉદ્દેશ્યથી ૨,૮૬૪ સિટી બસ શરૂ કરવાની જાહેરાત કરી છે.
શહેરી વિકાસ વિભાગના બજેટ માટે રૂ.૧૨,૫૦૦ કરોડના જંગી માંગણીઓ રજુ કરતા નીતિન પટેલે સિટી બસ સર્વિસ શરૂ કરવા પાલિકાઓને સરકાર રૂ.૨૯૦ કરોડ આપવાની જાહેરાત કરી હતી. પીરાણા ડમ્પીંગ સાઈડના બાયો માઈનીંગ માટે રૂ.૧૦૦ કરોડ અને ૧૨૦ શહેરોમાં સુએઝ ટ્રિટમેન્ટ માટે રૂ.૧૨૬૪ કરોડના આયોજનો રજૂ કરતા તેમણે ૭ શહેરોમાં ભૂર્ગભ ગટરનું નવુ નેટવર્ક તૈયાર કરવા અને ૩૭ શહેરોમાં આ કામો પુર્ણ કરવા આ જોગવાઈ કર્યાનું કહ્યુ હતુ.શહેરી ગરીબોને આવાસની સુવિધા પુરી પાડવા રૂ.૧૨૮૦ કરોડ ફાળવણીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૮૫૦૦૦ નવા આવાસો બાંધવા, તે ઉપરાંત ક્રેડિટ બિલ્ટ સબસિડી સ્કીમ હેઠળ ૧૫૦૦૦ પરીવારોને વ્યાજ સહાય આપવાનું જાહેર કર્યુ હતુ. અમદાવાદના ઐતિહાસિક સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમનું નવીનીકરણ અને વર્લ્ડ હેરિટેઝ મ્યુઝિયમન બનાવવા સરકાર રૂ.૨૦ કરોડની ફાળવી રહી હોવાનું કહેતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદના પલ્લવ ચાર રસ્તે સ્પ્લીટ ફ્લાય ઓવર બ્રીજ માટે રૂ.૬૫ કરોડ અને ગાંધીગ્રામ રેલ્વે સ્ટેશન પાસે નહેરબ્રીજથી નગરી હોસ્પિટલ તરફ અંડરપાસ બાંધવા રૂ.૨૫ કરોડ જોગવાઈ કર્યાનું ઉમેર્યુ હતુ.

Related posts

ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબના ટ્રસ્ટી મહેન્દ્ર ચૌહાણનો જન્મદિન ઉજવાયો

editor

२०२२ तक देश में किसानों की आय दोगुनी करने संकल्प : प्रधानमंत्री मोदी

aapnugujarat

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા પ્રા.આ. કેન્દ્ર ગોરૈયા ખાતે સાસુ વહુ સંમેલન યોજાયુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1