Aapnu Gujarat
રમતગમત

આઇપીએલ ૨૦૧૮ પર ખતરો, સરકાર અને બીસીસીઆઈને એનજીટીએ નોટીસ ફટકારી

આઇપીએલની મેચ દરમિયાન દરરોજ લાખો લિટર પાણીની બરબાદીને કારણે ટૂર્નામેન્ટ પર પ્રતિબંધ લગાવવાની અરજી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે કેન્દ્ર, બીસીસીઆઈ અને અન્ય બે પાસે જવાબ માગ્યો છે.જસ્ટિસ જાવેદ રહીમની અધ્યક્ષતાવાળી પીઠે જળ સંપત્તિ મંત્રાલય, બીસીસીઆઈ અને નવ રાજ્યો જ્યાં આઇપીએલની મેચ યોજાનાર છે. તમામ પક્ષોને બે અઠવાડિયાની અંદર જવાબ આપવા કહ્યું છે.સમગ્ર મામલાની આગામી સુનાવણી ૨૮મી એપ્રિલે યોજાશે. રાજસ્થાનના અલવરના એક યુવા હૈદરઅલીએ આઇપીએલ દરમિયાન પાણીનો વધુ પડતો દુરુપયોગ કરનાર સામે કાર્યવાહી કરવાની માગ સાથે અરજી કરી છે. તેમાં જણાવાયું છે કે, સંબંધિત અધિકારીઓને વ્યવસાયિક ઉદ્દેશ્યથી આ ટૂર્નામેન્ટના આયોજનને રોકવામાં આવે જે નવ સ્થાને યોજાનાર છે.

Related posts

Frank Lampard signs 3 year contract with Chelsea as head coach

aapnugujarat

ભારતીય ટીમને શહીદ સૈનિકોની યાદમાં સૈન્ય કેપ પહેરવાની પરવાનગી આપવામાં આવીઃ આઈસીસી

aapnugujarat

भारत के खिलाफ दूसरे टेस्ट के लिए विंडीज टीम का एलान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1