Aapnu Gujarat
મનોરંજન

હાઉસફુલ-૪ ફિલ્મમાં હવે બોબી દેઓલ જોવા મળશે

યમલા પગલા દિવાના બાદ ચાર વર્ષ સુધી એક્ટિંગથી દુર થઇ ગયેલો બોબી દેઓલ હવે ફરી નવી ઇનિગ્સમાં ફિલ્મો કરી રહ્યો છે. તે હાલમાં કેટલીક ફિલ્મો કરી રહ્યો છે. તેની પાસે જે ફિલ્મો રહેલી છે તેમાં રેસ-૩, યમલા પગલા દિવાનાનો સમાવેશ થાય છે. હવે એવુ પણ જાણવા મળ્યુ છે કે બોબી દેઓલને હાઉસફુલ-૪ ફિલ્મ પણ મળી ગઇ છે. જેમાં તે અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ સાથે જોવા મળનાર છે. યમલા પગલા દિવાના-૨ ફિલ્મ કર્યા બાદ બોબી દેઓલ ચાર વર્ષ બાદ ફિલ્મથી દુર થઇ ગયો હતો. હવે ફિલ્મમાં ફરી એન્ટ્રી કરી રહ્યો છે. ગયા વર્ષે શ્રેયસ તલપડેના નિર્દેશન હેઠળની ફિલ્મ પોસ્ટર બોયમાં તે પોતાના મોટા ભાઇ સન્ની દેઓલ અને શ્રેયસ સાથે નજરે પડ્યો હતો. બોબી હવે સતત એક્શન ફિલ્મ કરી રહ્યો છે. રેસ-૩માં તેની સાથે સલમાન ખાન અને અનિલ કપુર નજરે પડનાર છે. ૪૯ વર્ષીય બોબી દેઓલ હવે હાઉસફુલ-૪માં દેખાશે. તેની પસંદગી સાજિદ ખાન દ્વારા કરવામાં આવી છે. સાજિદે પ્રથમ અઇને બીજો ભાગ નિર્દેશિત કર્યો હતો. દિવાળી ૨૦૧૯માં આ ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. સાજિદે વર્ષ ૧૯૯૨માં પ્રથમ નિર્દેશિત ફિલ્મ બનાવી હતી. જુલ્મકી હુકુમત ફિલ્મમાં ધર્મેન્દ્ર અને ગોવિન્દાએ ભૂમિકા અદા કરી હતી. ત્રણ વર્ષ બાદ તે સન્ની દેઓલની જીત ફિલ્મમાં દેખાયો હતો. તે પ્રથમ વખત બોબી દેઓલ સાથે કામ કરી રહ્યા છે. બોબી હાલમાં અબુ ધાબીમાં રેસ-૩ના શુટિંગમાં વ્યસ્ત છે. સાજિદ સાથે કામ કરવાને લઇને તે ખુશ છે તેમ બોબીએ કહ્યુ છે. સાજિદ સાથે કામ કરવા માટે તે હમેંશા ઉત્સુક હતો. અક્ષય સાથે તે પહેલા પણ કામ કરી ચુક્યો છે. તેની સાથે તેની કેમિસટ્રી રહેલી છે. અજનબીમાં તે અક્ષય સાથે નજરે પડ્યો હતો. તેનુ કહેવુ છે કે હાઉસફુલ મોટી ફ્રેન્ચાઇસ ફિલ્મ છે. બોબી દેઓલ હવે બોલિવુડમાં ફરી એકવાર સંપૂર્ણરીતે સક્રિય ફિલ્મોમાં થઇ રહ્યો છે. તે ફિટનેસને લઇને પણખુબ મહેનત કરી રહ્યો છે.

Related posts

સંજય દત્ત પરની ફિલ્મ સંજુ ૨૯ જુને રજૂ કરવા તૈયારી

aapnugujarat

ભૂલ ભૂલૈયા-૨ બોક્સ ઓફિસ પર છવાઈ

aapnugujarat

BIGG BOSS 14 : पवित्रा ने की पारस छाबड़ा की आलोचना

editor

Leave a Comment

UA-96247877-1