Aapnu Gujarat
ગુજરાત

કચ્છના ૧૧ ડેમોનો તળિયા દેખાવા લાગ્યા

કચ્છમાં ધીરે ધીરે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ રહી છે. ઉનાળા પ્રારંભ સાથે જ કચ્છના મોટા ભાગના ડેમો તળિયા ઝાટક થઇ ગયા છે. કચ્છમાં મધ્યમ કક્ષાના ૨૦ પૈકી ૧૧ ડેમોના પાણી સૂકાઈ ગયા છે. જેના કારણે આ વર્ષે કચ્છ ઉનાળામાં પાણીની કપરી પરિસ્થિતિ ઉભી થઇ છે.કચ્છમાં આ વર્ષે પણ પાણીનો પોકાર જોવા મળશે. સરહદી કચ્છ જિલ્લામાં છેવાડાના ગામોમાં દર વખતે પાણી માટે લોકોને વલખાં મારવા પડે છે. આ વર્ષે છેવાડાના વિસ્તારોની સાથે મુખ્ય શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની સ્થિતિ સર્જાય તો નવાઈ નહિ. રણ વિસ્તારમાં આવેલા ગામોમાં દર ઉનાળાની સીઝનમાં પાણી માટે ટળવળતા લોકો અને પશુધનની હાલત દયનીય જોવા મળે છે. પરંતુ આ વખતે તો ઉનાળાની સીઝન દસ્તક દે એ પેહલા જ કચ્છના મોટાભાગના ડેમ પાણી સુકાઈ જતા આ વર્ષે કચ્છના ખેડૂતો અને લોકો અને પશુધન માટે કપરું સાબિત થાય તેવું લાગી રહ્યું છે.કચ્છના તળિયા ઝાટક ડેમોની વાત કરીએ તો, લખપત તાલુકાના સાનન્ધ્રો, નખત્રાણા તાલુકાના નિરોણા અને ભૂકી, ભુજ તાલુકાના કાયલા ડેમ અને કાસવતી ડેમ, મુન્દ્રા તાલુકાના ગજોડ અબડાસા તાલુકાના બેરાચિયા, માંડવી તાલુકાના ડોણ સહિતાનાં ડેમો તળિયા ઝટકા થઇ ગયા છે. છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કાળ અને અછતની કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહેલ કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે અછતનાં અણસાર જોવા મળી રહ્યા છે. પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે કચ્છની જીવાદોરી સમાન ટપ્પર ડેમને નર્મદા પાણીથી ભરવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ટપ્પર ડેમ નર્મદાના નીરથી ભરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં જીલ્લામાં ઉભી થયેલી પાણી સમસ્યા પહોચી વળવા માટે પાણી પુરવઠા બોર્ડ આગતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે

Related posts

કોસંબામાં ટેન્કરનું ટાયર ફરી વળતા માતા-પુત્રીનાં ઘટનાસ્થળે જ મોત

aapnugujarat

સિવિલમાં ૫૦થી વધુ સર્જન લાઇવ સર્જરી કરવા સજ્જ

aapnugujarat

वडोदरा जिला पंचायत के अध्यक्ष के चुनाव में ईलाबेन चौहाण ने कांग्रेस की नीला उपाध्याय को हराया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1