Aapnu Gujarat
ગુજરાત

કચ્છ અને બગોદરાના બે અકસ્માતમાં પાંચ લોકોના કમકમાટીભર્યાં મોત

રાજ્યમાં આજે બે અલગ અલગ અકસ્માતમાં કુલ ૫ વ્યક્તિના મોત નિપજ્યા છે. બગોદરા-લીંબડી હાઈવે પર અને બીજો કચ્છના આડેસરામાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કુલ મળીને ૫ લોકોને કાળ ભરખી ગયો હતો. આજે વહેલી સવારે કચ્છના આડેસર ચેકપોસ્ટ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં પૂરપાટ ઝડપે જઈ રહેલી અલટો કાર રસ્તા પર ઉભી રહેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં રાજસ્થાનનો પરિવાર ભોગ બન્યો હતો. આ પરિવાર ગાંધીધામથી રાજસ્થાન જઈ રહ્યો હતો. જેમાં પરિવારના બે પુરુષ અને એક મહિલા સહિત ૩ લોકોના મોત નિપજ્યા હતા. તો, કારમાં સવાર સાત વર્ષનો બાળક સુરેન્દ્ર ઓમપ્રાકાશનો આબાદ બચાવ થયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. સુરેન્દ્રનગરના લીંબડી-બગોદરા હાઇવે પર દેવપરા ગામના પાટિયા પાસે બે કાર અને ટ્રક વચ્ચે વિચિત્ર ઢબે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોનાં મોત નિપજ્યા હતા. તેમજ અન્ય એક ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી.

Related posts

આશાવર્કર બહેનોને મળતી પ્રોત્સાહક રકમમાં ૫૦ %નો વધારો : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

aapnugujarat

અમદાવાદમાં રીક્ષાચાલકે ટુરિસ્ટ સાથે કરી છેતરપિંડી : હર્ષ સંઘવીએ માગી માફી

aapnugujarat

પાવીજેતપુર એમ.જી.વી.સી.એલ. ની કુટીર જ્યોતિ યોજના અંતર્ગત ૨૦૧૭ માં મંજુર થયેલ વીજ કનેક્શન હજુ સુધી ન મળતા વકીલ દ્વારા નોટિસ.

editor

Leave a Comment

UA-96247877-1