Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન સામે ઉઠ્યો વિરોધનો સૂર

પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું કામકાજ હજુ પ્રાથમિક તબક્કામાં જ છે, ત્યારે તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. વડોદરામાં કેટલાક લોકોએ આ પ્રોજેક્ટ સામે વિરોધ પ્રદર્શન કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું.વડોદરાની શિલાલેખ સોસાયટી અને પતરાની ચાલીના રહેવાસીઓએ બુલેટ ટ્રેનના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.વડોદરા રેલવે સ્ટેશનની પાછળ આવેલા આ રહેવાસી વિસ્તારોના લોકોનું કહેવું છે કે, જ્યારથી તેમણે સાંભળ્યું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં તેમની સોસાયટી અને આ ચાલી કપાતમાં જાય છે, ત્યારથી તેમની ઊંઘ ઉડી ગઈ છે. રહેવાસીઓએ જણાવ્યું કે, નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના સર્વેયરોએ તેમને કહ્યું હતું કે, તેમણે આ પ્રોજેક્ટ માટે તેમના મકાનો ખાલી કરવા પડશે. અમદાવાદ અને મુંબઈ વચ્ચેના આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ જાપાનના સહયોગથી ચાલી રહ્યું છે. આ બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચેનું ૫૦૮ કિમીનું અંતર માત્ર ૨ કલાકમાં પુરં કરશે. રેલવે મંત્રી પિયુષ ગોયેલે જાપાનના વડાપ્રધાનની અમદાવાદ મુલાકાત પહેલા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં પૂરો કરી દેવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે જાપાને ૫૦ વર્ષ માટે ૦.૧ ટકાના વ્યાજે ૧ લાખ કરોડની લોન આપી છે.જોકે, આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો કેટલાક વિરોધ પક્ષો પણ વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આટલા કરોડ રૂપિયા બુલેટ ટ્રેન માટે ખર્ચવાને બદલે જો એટલા જ રૂપિયામાં વર્તમાન રેલવેની સિસ્ટમ સુધારવા માટે ખર્ચવામાં આવે તો લોકોને વધુ ફાયદો થશે.

Related posts

સાબરકાંઠા જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બે દિવસમાં પ્રોહિબિશનના બે કેસો જિલ્લામાં નોંધાયા

aapnugujarat

ગુજરાત અલ્‍પ સંખ્‍યક નાણા અને વિકાસ નિગમને ફાળવેલ રકમ પૈકી ૬ કરોડ ૫૯ લાખ ૭૦ હજારની રકમ વણવપરાયેલ : ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખ

aapnugujarat

અમદાવાદમાં ગુજરાત ભાજપ યુવા મોર્ચાનું શક્તિ પ્રદર્શન યોજાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1