Aapnu Gujarat
બિઝનેસ

એચ-૧બી વિઝા હોલ્ડર્સ અંગે અમેરિકા દ્વારા મળી મોટી રાહત, ભારતીયો ખુશ

અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને એચ-૧બી વિઝા હોલ્ડર્સના જીવનસાથી (પતિ અથવા પત્ની)ના કામના અધિકારને સમાપ્ત કરવા વિશેનો નિર્ણય હાલ પૂરતો ટાળી દીધો છે. આ ફેંસલો ટળી જવાથી ભારતીય કર્મચારીઓ અને તેમના પરિવારજનોને મોટી રાહત મળી છે. ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટી- ડીએચએસએ આ અઠવાડિયે અદાલતની સામે કહ્યું કે તેઓ હાલમાં એચ-૪ વીઝાનો ઉપયોગ કરનારા એચ-૧બી વિઝા હોલ્ડર્સના પતિ-પત્નીઓના કામનો અધિકાર સમાપ્ત કરવાનો નિર્ણય જૂન સુધી નહીં લે. આ નિર્ણયના આર્થિક પ્રભાવની સમીક્ષા કરવા માટે સમયની જરૂર છે.૨૦૧૫થી ગ્રીન કાર્ડની રાહ જોઇ રહેલા એચ-૧બી વિઝા હોલ્ડર્સ એટલે કે હાઇલી સ્કિલ્ડ પ્રોફેશનલ્સના પતિ-પત્નીઓ એચ-૪ આશ્રિત વિઝા પર અમેરિકામાં કામ કરવા માટે લાયક છે. પૂર્વ ઓબામા એડમિનિસ્ટ્રેશને આ બાબતે નિયમ જાહેર કર્યો હતો.ડીએચએસ પહેલા આ વિશે ૨૮ ફેબ્રુઆરીના રોજ નિર્ણય કરવાનું હતું. ડિપાર્ટમેન્ટે કોર્ટ સમક્ષ કહ્યું કે આ મામલે નવી રીતે આર્થિક વિશ્લેષણની જરૂર છે, જેમાં કેટલાક અઠવાડિયાઓનો સમય લાગી શકે છે.એવું અનુમાન છે કે ડીએચએસ પ્રસ્તાવિત નિયમની મંજૂરીને લઇને આ વિશે ’ઑફિસ ઑફ મેનેજમેન્ટ એન્ડ બજેટ’ને જૂન ૨૦૧૮ સુધીમાં રજૂ કરશે. તેનાથી એચ-૧બી વિઝા હોલ્ડર્સના પતિ-પત્નીઓને થોડાક સમય માટે રાહત મળી છે. તેમાં મોટી સંખ્યામાં ભારતીય કર્મચારીઓ છે.

Related posts

પનામા પેરાડાઈઝ પેપર્સ : સલાહ આપનારા ટેક્સ એક્સપટ્‌ર્સ સામે કાર્યવાહી

aapnugujarat

ભારતમાં એશિયાઈ દેશોમાંથી પણ રોકાણ વધ્યું

aapnugujarat

ડોકલામ ઇફેક્ટ : ચીનની રાખડી બજારોમાં દેખાતી નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1