Aapnu Gujarat
બિઝનેસ

નિરવ મોદી હોંગકોંગમાં છે : ઇડીએ કરેલો દાવો

૧૨૬૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડના મામલામાં મુખ્ય આરોપી નિરવ મોદી હાલ હોંગકોંગમાં હોવાનો દાવો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવ્યો છે. ખાસ પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કોર્ટમાં આ અંગેનો દાવો ઇડી દ્વારા કરવામાં આવ્યો છે. સ્પેશિયલ જજ એમએસ આઝમીએ ગઇકાલે જ આ મામલામાં બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયા હતા. પંજાબ નેશનલ બેંક પાસેથી સાડા તેર હજાર કરોડ રૂપિયાની લોન ચુકવ્યા વગર વિદેશ ફરાર થઇ ગયેલા હિરા કારોબારી અને ગીતાંજલિ જ્વેલર્સના માલિક નિરવ મોદીની સામે મુંબઈની એક ખાસ અદાલતે બીનજામીનપાત્ર વોરંટ જારી કરી દીધા બાદ વધુ તપાસ હાથ ધરાઈ છે. કોર્ટે ગીતાંજલિ જ્વેલર્સના પ્રમોટર મેહુલ ચોક્સીની સામે પણ બીનજામીનપાત્ર વોરંટ જારી કર્યા છે. અત્રે નોંધનીય છે કે, નિરવ મોદી અમેરિકા ફરાર થઇ ગયા છે. ત્યાંથી પત્ર લખીને કહી ચુક્યા છે કે, કોઇપણ કિંમતે પીએનબીના બાકી પૈસાની ચુકવણી કરશે નહીં.

Related posts

વર્તમાન સ્થિતિમાં RBIનો રોલ દ્રવિડ જેવો હોવો જોઇએ : રાજન

aapnugujarat

૨.૫ લાખ કરોડની સંપત્તિ સાથે મુકેશ અંબાણી પ્રથમ

aapnugujarat

Sensex ends marginally 66 points higher, Nifty closes at 11691.45

aapnugujarat

Leave a Comment

UA-96247877-1