Aapnu Gujarat
બિઝનેસ

લેન્ડિંગ રેટમાં એસબીઆઈ, પંજાબ નેશનલ બેંક, આઈસીઆઈસીઆઈ દ્વારા કરાયેલ વધારો

એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક અને પંજાબ નેશનલ બેંક સહિત અનેક બેંકોએ ધિરાણદરમાં વધારો કરવાની આજે જાહેરાત કરી હતી. ધિરાણદરમાં વધારો કરવામાં આવ્યા બાદ ઇએમઆઈમાં વધારો થયો છે. હોમ લોન પણ વધુ મોંઘી થવાના સંકેત દેખાઈ રહ્યા છે. બેંકિંગ વ્યવસ્થામાં કેશ સપ્લાય અથવા તો લિક્વીડીટીની ટાઈટ સ્થિતિ વચ્ચે બેંકો દ્વારા આ વધારો કરવામાં આવ્યો છે. એસબીઆઈ દ્વારા રિટેલ ઉછીના નાણા લેનાર માટે ડિપોઝિટ રેટમાં ૫૦ બેઝિક પોઇન્ટનો વધારો કરી દીધો છે. આજે એસબીઆઈએ તેના લેન્ડિંગ રેટના માર્જિનલ કોસ્ટમાં વધારો કર્યો હતો. બેંકો દ્વારા ઉભા કરવામાં આવતા ફંડ ઉપર વ્યાજદરમાં ૨૦ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આની સાથે જ રેટ ૭.૫૫ ટકાથી વધીને ૮.૧૫ ટકા થઇ ગયો છે. પહેલી માર્ચથી શરૂ થતાં ગાળાથી આની શરૂઆત થશે. એસબીઆઈની જેમ જ આઈસીઆઈસીઆઈ બેંક, પંજાબ નેશનલ બેંકે પણ આજથી તેમના એમસીએલઆરમાં વધારો કર્યો હતો. ૧૫ બેઝિક પોઇન્ટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે. એચડીએફસી બેંક દ્વારા આગામી સપ્તાહમાં રેટની સમીક્ષા કરવામાં આવનાર છે. હોમ લોન પણ વધુ મોંઘી બની રહી છે. બેંકો દ્વારા એમસીએલઆરને લઇને કેટલીક ગણતરી કરી હતી. એમસીએલઆરના લીધે આ પ્રકારની લોન ઉપર ઉંચો વ્યાજદર થાય છે. પીએનબીનું કહેવું છે કે, તેના હોમલોનનો રેટ હવે ૮.૬ ટકા થશે જ્યારે મહિલાઓ માટે ૮.૫૫ ટકાનો રહેશે. એસબીઆઈએ એમસીએલઆર પર ૪૦ બેઝિક પોઇન્ટનો ફેલાવો કર્યો છે. સરકાર દ્વારા ઓછા વ્યાજદરની વાત કરવામાં આવી રહી છે. રિઝર્વ બેંકને પણ કેટલીક સુચનાઓ આપવામાં આવી છે. આરબીઆઈ દ્વારા હાલમાં જ પોલિસી સમીક્ષામાં ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા.

Related posts

Closing for the day: Nifty at 11788.85, Sensex closes at 39394.64

aapnugujarat

थोक महंगाई दर में बढ़ौतरी

aapnugujarat

ડીજીસીએએ ૩૪ પાઈલોટ્‌સ સામે કરી પોલીસ ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1