Aapnu Gujarat
મનોરંજન

સલમાન રેસ-૩ ફિલ્મના શુટિંગમાં ફરી વ્યસ્ત

બોલિવુડના લોકપ્રિય અભિનેતા સલમાન ખાને પોતાની નવી ફિલ્મ રેસ-૩ ફિલ્મનુ શુટિંગ ફરી એકવાર શરૂ કરી દીધુ છે. થાઇલેન્ડના વન્ય વિસ્તારોમાં શુટિંગ હાથ ધરવામાં આવ્યુ છે. ફિલ્મમાં તેની સાથે જેક્લીન મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી રહી છે. તેની સાથે ફિલ્મમાં બોબી દેઓલ પણ છે. આ ફિલ્મના છેલ્લા તબક્કાનુ શુટિંગ હાલમાં ચાલી રહ્યુ છે. હાલના કાર્યક્રમ મુજબ આ ફિલ્મ ૧૫મી જુન ૨૦૧૮ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. સલમાને અગાઉ રેડ્ડી ફિલ્મ વેળા થાઇલેન્ડમાં શુટિંગ કર્યુ હતુ. સલમાને રેડ્ડી ફિલ્મની યાદો તાજી કરી છે. સલમાને ફિલ્મના ગીતનુ શુટિંગ થાઇલેન્ડના પાટનગરમાં કર્યુ હતુ. વર્ષ ૨૦૧૧માં રેડ્ડી ફિલ્મ વેળા પણ ગીતનુ શુટિંગ અહીં કરવામાં આવ્યુ હતુ. રેસ-૩ ફિલ્મનુ નિર્દેશન આ વખતે રેમો ડિસુઝા દ્વારા કરવામાં આવી રહ્યુ છે. આ ફિલ્મ માટે સલમાને આઠ કિલો વજન ઓછુ કર્યુ છે. થાઇલેન્ડમાં શુટિંગ કરવામાં આવ્યા બાદ અુ ધાબીમાં શુટિંગ કરવામાં આવનાર છે. અબુ ધાબી ઉપરાંત ફિલ્મનુ શુટિંગ યુએઇમાં પણ કરવામાં આવનાર છે. આ બન્ને જગ્યાએ થનાર શુટિંગમાં અભિનેતા અનિલ કપુર પણ જોડાનાર છે. જો કે શ્રીદેવીના અવસાનના કારણે કેટલીક બાબતો અટવાઇ પડી છે. સલમાન ખાન શુટિંગ છોડીને મુંબઇ પરત ફર્યો હતો. બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન તથા બોલિવુડના અન્ય તમામ કલાકારો મુંબઇ પરત ફર્યા હતા. હવે ફરી કલાકારો શુટિંગમાં પરત ફરી રહ્યા છે. શ્રીદેવીના એકાએક મોતના કારણે દેશભરમાં અને ખાસ કરીને બોલિવુડમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. ગઇકાલે બુધવારના દિવસે તેના અંતિમસંસ્કાર કરાયા હતા.

Related posts

અનુષ્કા કેરિયર આગળ વધારવા તૈયાર

aapnugujarat

ના..હોય…રણબીરની ભૂલોના લીધે રણવીર સુપરસ્ટાર બન્યો..!!

aapnugujarat

શાહિદ કપુર પણ બાયોપિક ફિલ્મમાં નજરે પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1