Aapnu Gujarat
મનોરંજન

સોનાક્ષી તેમજ લુલિયા હાલ એકસાથે નજરે પડી રહી છે

સોનાક્ષી સિંહા અને લુલિયા વેન્ટુર હાલમાં મોટા ભાગે સાથે નજરે પડી રહી છે. સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઇટ રજૂ કરવામાં આવ્યા બાદ બન્ને સાથે દેખાઇ રહી છે. અનેક વખત સાથે સમય પણ ગાળી ચુકી છે. બન્ને અનેક પાર્ટીમા સાથે નજરે પડી ચુકી છે. ૩૬ વર્ષીય રોમાનિયન અભિનેત્રી અને મોડલ હાલમાં સલામાન ખાનના પ્રેમમાં હોવાની માહિતી વારંવાર સપાટી પર આવતી રહે છે. જો કે આને સમર્થન મળી રહ્યુ નથી. સોનાક્ષી સિંહા સાથે પણ સલમાન ખાનની મિત્રતા જાણીતી રહી છે. સોનાક્ષી સિંહાએ પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત સલામાન ખાનની સાથે દબંગ મારફતે કરી હતી. દબંગ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ત્યારબાદ તેનો બીજો ભાગ પણ બન્યો હતો. આ ફિલ્મ પણ રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. અકીરા ફિલ્મમાં સોનાક્ષી પણ અવાજ આપી ચુકી છે. ગયા વર્ષે જુલાઇ મહિનામાં જ્યારે સુશીલ કુમાર શિન્દેના આવાસ પર પાર્ટીની આયોજન કરવામાં આવ્યુ હતુ અને સલમાન ખાનને આમંત્રણ આપવામાં આવ્યુ ત્યારે લુલિયા અને સોનાક્ષી બન્ને સલમાન સાથે પહોંચી હતી. સલમાન બન્નેની સાથે દેખાયો હતો. લુલિયા હાલના દિવસોમાં સોનાક્ષીની ભારે પ્રશંસા કરી રહી છે.
લુલિયા અને સોનાક્ષી સિંહા પાર્ટીમાં સલામાનની બહેન અલવીરા અને અતુલ અગ્નિહોત્રીની સાથે વાતચીત કરતી નજરે પડી હતી. બન્નેએ સાથે ફોટા પણ પડાવ્યા હતા. સોનાક્ષી બોલિવુડમાં એક સફળ અભિનેત્રી તરીકે ઉભરી રહી છે. લુલિયા ગાયિકા તરીકે કેરિયર શરૂ કરી ચુકી છે. સોનાક્ષી સિંહા દબંગ ફિલ્મની નવી ફિલ્મમાં કામ કરવા માટે તૈયારી કરી રહી છે.

Related posts

फिल्मों से दूरी बनाने का फैसला मेरा था : शिल्पा

aapnugujarat

शाहरुख खान को वाराणसी पुलिस ने भेजा ५.५९ लाख का नोटिस

aapnugujarat

मैं कभी पर्सनल सवालों का जवाब नहीं देती : मलाइका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1