Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આર્મી કરતાં આરએસએસ સારું, નહેરુએ પણ માંગી હતી મદદ : ઉમા ભારતી

આર્મી કરતા આરએસએસ સારું એવા વિવાદ બાદ ગઈકાલ સુધી સંઘના નેતાઓ સફાઈ આપી રહ્યા હતા, પરંતુ આજે કેન્દ્રીય મંત્રી અને સંઘમાંથી જ રાજકારણમાં ગયેલા સાધ્વી ઉમા ભારતીએ પણ મોહન ભાગવતના નિવેદનનું સમર્થન કર્યું છે. ઉમા ભારતીએ જણાવ્યું છે કે, ‘આઝાદી બાદ પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો હતો, ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ આરએસએસ પાસે મદદ માગી હતી.
આરએસએસના સ્વયંસેવકો પણ મદદ માટે પહોંચ્યા હતા.’ઉલ્લેખનીય છે કે મોહન ભાગવતે આરએસએસને આર્મી કરતાં વધુ અનુશાસિત સંગઠન જણાવ્યું હતું.  ઉમા ભારતીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘કાશ્મીરના રાજા હરિ સિંહે જમ્મુ-કાશ્મીરની સંધિ પર હસ્તાક્ષર કરી રહ્યા નહોતા અને શેખ અબ્દુલ્લા તેમના પર દબાણ કરી રહ્યા હતા. નહેરુ દુવિધામાં હતા. ત્યારે જ પાકિસ્તાને અચાનક હુમલો કર્યો હતો અને તેમની આર્મી ઉધમપુર સુધી પહોંચી ગઈ હતી. સેના પાસે એટલા શસ્ત્રો હતા નહીં કે તેમની સામે લડી શકે. એવામાં નહેરુએ ગુરુ ગોલવલકર પાસે સ્વયંસેવકોની મદદ માટે પત્ર લખ્યો હતો. સ્વયંસેવકો મદદ માટે કાશ્મીર ગયા પણ હતા.’ મોહન ભાગવતે ૧૧ ફેબ્રઆરીએ મુઝફ્ફરપુરમાં કહ્યું હતું કે, ‘જો એવી કોઈ સ્થિતિ પેદા થાય અને બંધારણ રજા આપે તો સ્વયંસેવકો મોર્ચે લડવા તૈયાર છે. જે આર્મીને તૈયાર કરવામાં ૬-૭ મહિના લાગે છે, તે સૈનિકો આરએસએસ ૩ જ દિવસમાં તૈયાર કરે છે.  સંઘ મિલિટ્રી નથી અને મિલિટ્રી સંગઠન પણ નથી, તે એક પારિવારિક સંગઠન છે. તેમ છતાં ઇજીજીમાં આર્મી જેવું જ અનુશાસન છે. આરએસએસના સ્વયંસેવકો હંમેશા પ્રાણ આપવા તૈયાર રહે છે.’

Related posts

જનતાને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છે : વડાપ્રધાન

aapnugujarat

વિરમગામ મહાત્મા ગાંધી એસડીએચ ખાતે હેલ્થ મેળો યોજાયો : ૧૪૭૮ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો

aapnugujarat

કોઇપણ પાર્ટી પાસે બહુમતિ હવે નથી : ઓમર અબ્દુલ્લા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1