Aapnu Gujarat
રાષ્ટ્રીય

શહેરી ગરીબો માટે લાખો મકાનનાં નિર્માણને મંજુરી

આવાસ અને શહેરી મામલાના મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) હેઠળ શહેરી ગરીબોના હિતમાં ૧૮૬૭૭૭ વધુ સસ્તા મકાનના નિર્માણને મંજુરી આપી દીધી છે. આ લીલીઝંડી મળી ગયા બાદ ગરીબ લોકોને વધારે આવાસ સરળતાથી ઉપલબ્ધ બને તેવી શક્યતા દેખાઇ રહી છે. આ રકમને મંજુરી કેન્દ્રિય મંજુરી અને નજર રાખનાર સમિતી દ્વારા આપવામાં આવી છે. સમિતીની ૩૦મી બેઠકમાં આને મંજુરી મળી ગઇ હતી. આ મકાનોના નિર્માણ પર કુલ ૧૧૧૬૯ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કરવામાં આવશે જેમાં ૨૭૯૭ કરોડ રૂપિયાની સહાયતા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે. નવેસરના નિર્ણય મુજબ હરિયાણામાં ૫૩૨૯૦ મકાનો માટે ૭૯૯ કરોડ, તમિલનાડુમાં ૪૦૬૨૩ મકાન માટે ૬૦૯ કરોડ, કર્ણાટકમાં ૩૨૬૫૬ સસ્તા મકાનો માટે ૪૯૦ કરોડ અને ગુજરાતમાં ૧૫૫૮૪ મકાનો માટે ૧૮૨ કરોડ રૂપિયાની કેન્દ્રીય મદદ આપવામાં આવશે. આવી જ રીતે મહારાષ્ટ્રમાં ૧૨૧૨૩ મકાનના નિર્માણમાં ૨૩૪ કરોડ, કેરળમાં ૯૪૬૧ મકાન માટે ૧૪૨ કરોડ અને ઉત્તરાખંડમાં ૬૨૨૬ મકાન માટે ૭૭ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયતા આપવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના લાભાર્થીના નેતૃત્વવાળા નિર્માણ (બેનિફિશિયરી લેન્ડ કન્ટ્રક્શન) કમ્પોનેન્ટ હેઠળ ૧૦૮૦૯૫ નવા મકાનોના નિર્માણને મંજુરી આપવામાં આવી છે જે હેઠળ તમિળનાડુમાં ૨૬૧૭૨, કર્ણાટકમાં ૧૬૬૩૦, હરિયાણામાં ૧૩૬૬૩, બિહારમાં ૧૧૪૧૧, કેરળમાં ૯૪૬૧, ગુજરાતમાં ૮૭૬૮, મહારાષ્ટ્રમાં ૭૦૮૮, ઉત્તરાખંડમાં ૫૬૯૮ તથા ઓરિસ્સામાં ૫૧૩૩ મકાનોનું નિર્માણ કરવામાં આવશે. આ શ્રેણીમાં યોજનાનો લાભ લેનાર યોગ્ય વ્યક્તિને પોતાની જમીન ઉપર મકાન બનાવવા માટે મંજુરી અપાય છે. સાથે સાથે મદદ પણ કરવામાં આવે છે. બીજી બાજુ ભાગીદારીમાં સસ્તા મકાન (અફોર્ડેબલ હાઉસ ઇન પાર્ટનરશીપ) કમ્પોનેન્ટ હેઠળ હરિયાણામાં ૩૬૦૫૬, કર્ણાટકમાં ૧૬૦૨૬, તમિળનાડુ ૧૩૯૫૧ અને ગુજરાતમાં ૬૨૪૬ મકાનોનું નિર્માણ કરવામાં આવશે. અંતિમ મંજુરી મળી ગયા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ કુલ મકાનોની સંખ્યા ૩૭૮૩૩૯૨ થઇ જશે.

Related posts

૨૦૧૭માં દેશમાં દોઢ કરોડ વિદેશી ભારતની મુલાકાતે આવ્યા

aapnugujarat

રેપ સહિતના મુદ્દા પર મોદી મૌન તોડે : મનમોહનસિંહ

aapnugujarat

उत्तर भारत में लू और गर्मी का कहर जारी, सरकार ने जारी की अडवाइजरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1