Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એહમદ પટેલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર તો બીજેપીએ કહ્યું અમારો તો નારો જ સૌનો સાથ, સૌનો વિકાસ

રાજ્યસભામાં આજે વિપક્ષે સરકાર પર આકરા પ્રહાર કરતાં આરોપ લગાવ્યો હતો કે આ અહંકારથી ભરેલી સરકાર છે, જેનામાં સહિષ્ણુતા અને સહનશીલતા બિલકુલ નથી, જોકે સરકારે વિપક્ષના આરોપોને નકારી કાઢતાં કહ્યું હતું કે, તેનો મૂળ મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ છે. રાષ્ટ્રપતિનાં સંબોધન અંગે ધન્યવાદ પ્રસ્તાવ પર રાજ્યસભામાં આજે વધુ ચર્ચા થઈ હતી. ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસના એહમદ પટેલે આરોપ લગાવ્યો હતો કે આ અહંકારથી ભરેલી એવી સરકાર છે, જેનામાં સહિષ્ણુતા અને સહનશીલતા બિલકુલ નથી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેની વિરુદ્ધ બોલનારાં લોકોને ઈડી, આવકવેરા, સીબીઆઈ વગેરેથી ડરાવાય છે, પરંતુ અમે ડરી જનારા નથી.તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ રજુ કરતા સમયે ભાજપઅધ્યક્ષ અમિત શાહે સ્થિતિનું ગુલાબી ચિત્ર દોર્યું હતું, પરંતુ વાસ્તવિક સ્થિતિ એવી નથી, લોકોમાં અસુરક્ષાની ભાવના, રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને બંધારણીય સંસ્થાઓની સ્થિતિ બરાબર નથી.પટેલે શિવસેના, તેલુગુદેશમ્‌ પાર્ટી અને શિરોમણિ અકાલી દળનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ભાજપના સહયોગીઓ જ અવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભાજપનો આરોપ છે કે યુપીએ સરકાર ખાડા પાડી ગઈ છે અને તે તેને પૂરવાનું કામ કરે છે. તેમણે કહ્યું કે વાસ્તવિકતા કંઈક અલગ જ છે અને ભાજપની સરકાર ખાઈ બનાવે છે તથા કોંગ્રેસ તેને પૂરી રહી છે.એહમદ પટેલે કહ્યું હતું કે, કેન્દ્રની આ સરકાર સત્તામાં આવ્યા બાદ જેટલી પેટાચૂંટણી થઈ તેમાં એક જ વખત ભાજપનો વિજય થયો હતો. અન્ય બેઠકો પર કોંગ્રેસ અને તેના સહયોગીઓનો વિજય થયો હતો.એહમદ પટેલે વધુ ઉમેર્યું હતું કે, સરકાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને એક સાથે કરવાની વાત કરે છે, પરંતુ એક વખત હિમાચલ અને ગુજરાત બે રાજ્યોમાં એક સાથે વિધાનસભાની ચૂંટણી પણ કરાવી શકી નથી!

Related posts

મૂર્તિ તોડવાની ઘટનાઓ પર વડાપ્રધાન મોદીએ નારાજગી વ્યક્ત કરી

aapnugujarat

જમ્મુ કાશ્મીર : ત્રણ ખતરનાક ત્રાસવાદી મોતને ઘાટ ઉતારાયા

aapnugujarat

અરવિંદ કેજરીવાલે બીજેપી કાર્યકર્તાઓને કહ્યું : ઓકાતમાં રહો નહીં તો જૂતા પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1