Aapnu Gujarat
બિઝનેસ

પીનોટ્‌સમાં રોકાણનો આંક છ મહિનાની ઉંચી સપાટીએ

પાર્ટીસિપેટરીનોટ (પીનોટ) મારફતે સ્થાનિક મૂડી માર્કેટમાં રોકાણનો આંકડો હવે છ મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. આની સાથે જ આંકડો ડિસેમ્બર મહિનામાં ૧.૫ લાખ કરોડ સુધી પહોંચ્યો છે. રેગ્યુલેટર સેબી દ્વારા તેના દુરુપયોગને રોકવા માટે વિવિધ પગલા અને કઠોર ધારાધોરણો અમલી બનાવ્યા હોવા છતાં સ્થાનિક મૂડી માર્કેટમાં પીનોટ મારફતે રોકાણનો આંકડો નવી ઉંચી સપાટીએ પહોંચ્યો છે. તમામ લોકો જાણે છે કે, સીધીરીતે પોતાની નોંધણી કરાવ્યા વગર ભારતીય શેરબજારનો હિસ્સો બનવા ઇચ્છુક વિદેશી મૂડીરોકાણ સમક્ષ નોંધાયેલા વિદેશી મૂડીરોકાણકારો દ્વારા પીનોટ જારી કરવામાં આવે છે. જો કે, ખુબ જ સાવચેતીપૂર્વક આ દિશામાં આગળ વધવાની જરૂર રહે છે. માર્કેટ રેગ્યુલેટર સેબીના કહેવા મુજબ ભારતીય માર્કેટ ઇક્વિટી, ડેબ્ટ, ડેરિવેટિવમાં પીનોટ્‌સ રોકાણનો કુલ આંકડો ડિસેમ્બરના અંત સુધીમાં ૧.૫૨ ટ્રિલિયન રૂપિયા અથવા તો ૧૫૨૨૪૩ કરોડ રૂપિયા થઇ ગયો હતો જે નવેમ્બરના અંત સુધીમાં ૧૨૮૬૩૯ કરોડ રૂપિયાનો હતો. જૂન મહિના બાદથી આ સૌથી ઉંચી સપાટી છે. જૂન મહિનામાં આવા રોકાણનો આંકડો ૧.૬૫ લાખ કરોડ સુધી પહોંચ્યો હતો. નવેમ્બર મહિનામાં કુલ રોકાણ પૈકી ઇક્વિટીમાં પીનોટ્‌સની હિસ્સેદારી ૧.૨ લાખ કરોડ અને બાકીની હિસ્સેદારી ડેબ્ટ અને ડેરિવેટિવ માર્કેટમાં રહી હતી. પીનોટ મારફતે એફપીઆઈ રોકાણનો આંકડો ૪.૬ ટકા સુધી સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન વધ્યો હતો. હાલના વધારા પહેલા જૂન બાદથી પીનોટ્‌સના આંકડામાં ઘટાડો થઇ રહ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં તો આંકડો ૮ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

Related posts

डिजिटल रेस में अमेरिका और चीन को पछाड़ सकता है भारत

aapnugujarat

નોટબંધીને નોબેલ વિજેતા થેલરે બતાવી મોદી સરકારની મોટી ભૂલ

aapnugujarat

कोल इंडिया की बिजली क्षेत्र को कोयला आपूर्ति में 7% गिरावट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1