Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આનંદીબેન પટેલે એમપીના ગવર્નર તરીકે લીધેલા શપથ

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે આજે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ હેમંત ગુપ્તાએ ભોપાળમાં રાજભવન ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અને તેમની કેબિનેટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શપથવિધિના એક દિવસ પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અમદાવાદથી ભોપાલ ચાર્ટર બસ મારફતે પહોંચ્યા હતા. હજુ સુધી ગુજરાતના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સંભાળી રહ્યા હતા. ભારતના રાષ્ટ્રપતિએ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબેન પટેલની નિમણૂંક કરી હતી. આ અંગેની જાહેરાત ૧૯મી જાન્યુઆરીના દિવસે કરવામાં આવી હતી. ૭૬ વર્ષીય આનંદીબેન ૨૦૧૪થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની નિમણૂંક કરાયા બાદ આનંદીબેન મુખ્યમંત્ર બન્યા હતા પરંતુ તેઓએ ગુજરાતમાં ચૂંટણીના થોડાક સમય પહેલા રાજીનામુ આપ્યું હતું અને તેમની જગ્યાએ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીની નિમણૂંક કરાઈ હતી. તમામે તેમને શુભેચ્છા પણ પાઠવી હતી. આનંદીબેન પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂંક કરવામાં આવ્યા બાદ હાલમાં જ ગુજરાત સરકાર તરફથી ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આનંદીબેનનુ સન્માન પણ કરવામાં આવ્યુ હતુ.આનંદીબેન જુદા જુદા હોદ્દા પર સફળ કામગીરી અદા કરી ચુક્યાછે. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે આનંદીબેને ઉલ્લેખનીય સેવા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. રાજ્યપાલ બનવા માટે આનંદીબેન પટેલ પણ તૈયાર થયા બાદ આની જાહેરાત કરવામાં આવી હતી. આનંદીબેન પટેલ રાજકીય ક્ષેત્રે વ્યાપક અનુભવ ધરાવે છે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે લાંબી સેવા આપી ચુક્યા છે. આનંદીબેન પટેલ ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન બનવાનુ ગૌરવ ધરાવે છે. વર્ષ ૧૯૮૭ બાદથી આનંદીબેન પટેલ ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે. વર્ષ ૧૯૮૭ બાદથી આનંદીબેન પટેલ ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે.વર્ષ ૨૦૦૨થી ૨૦૦૭ના ગાળા દરમિયાન આનંદીબેન પટેલ કેન્દ્રિય શિક્ષણ પ્રધાન રહ્યા હતા. તેઓએ ૨૦૦૭થી વર્ષ ૨૦૧૪ દરમિયાન જુદી જદી જવાબદારી સંભાળી હતી. ૨૨મી નવેમ્બર ૧૯૪૧ના દિવસે તેમનો જન્મ થયો હતો.
ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા પણ શિક્ષક હતા. અત્રે નોંધનીય છે કે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે રાજીનામુ આપી દીધા બાદથી તેમને લાંબા સમયથી રાજ્યપાલ બનાવવાને લઇને ચર્ચા ચાલી રહી હતી.

Related posts

झारखंड में वज्रपात से छह की मौत

aapnugujarat

જમ્મુ કાશ્મીરમાં બે ત્રાસવાદી ફુંકાયા

aapnugujarat

નક્સલીઓના ગઢમાં પ્રથમ વખત ટ્રેન દોડાવવા તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1