Aapnu Gujarat
બિઝનેસ

સેન્ટર ફોર એક્સલન્સ ફોર જીયો થર્મલ એનર્જી દ્વારા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું

આજનાં સમયમાં વૈશ્વિક સ્તરે ઉર્જાનાં ક્ષેત્રમાં ઉર્જાનો વપરાશ તેમજ માંગ વધી રહી છે. વધુ વપરાશને કારણે વધુ પ્રદુષણ તથા વૈશ્વિક તાપ વૃદ્ધિ (ગ્લોબલ વોર્મિંગ) જેવા પ્રશ્નો ઉભા થયા છે. આ કારણોસર બિન પરંપરાગત અને નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો પ્રત્યે જાગૃતિ ઉભી થઈ છે. જીયો થર્મલ એનર્જી એટલે કે ભૂ-ઉષ્મીય ઉર્જા આ પ્રકારનો સાતત્યપૂર્ણ ઉર્જા સ્ત્રોત છે.
સેન્ટર ફોર એક્સલન્સ ફોર જીયો થર્મલ એનર્જી, પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ખાતે ૧૭ જાન્યુઆરી ૨૦૧૮નાં રોજ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનું આયોજન આઈસલેન્ડ એમ્બસી (એલચી કચેરી), આઈસલેન્ડ જીઓ સર્વે (ISOR), ઓએનજીસી એનર્જી સેન્ટર અને ગુજરાત પાવર કોર્પોરેશન લિમીટેડનાં સહયોગથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશ-વિદેશનાં જીયો થર્મલ ક્ષેત્રનાં નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યાં હતાં તથા ટેકનિકલ તથા નીતિ-વિષયક મુદ્દાઓ પર ચર્ચાઓ કરી. આ દિવસે સેન્ટર ફોર એક્સલન્સ ફોર જીયો થર્મલ એનર્જી તથા વિવિધ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે એમઓયુ સાઈન કરવામાં આવ્યાં હતાં. આ સંદર્ભે મિનીસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી (MNRE), ભારત સરકારનાં પ્રતિનિધિ પણ હાજર રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે ૨૦૨૨નાં વર્ષ સુધી ૧૭૫ ગીગાવોટ જેટલું ઉર્જા ઉત્પાદન રિન્યુએબલ એનર્જી વડે કરવાનું લક્ષ્ય રાખેલ છે જેમાં જીયો થર્મલ એનર્જી મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે તેમ છે.

Related posts

શેરબજારમાં મંદી યથાવત : વધુ ૨૬૬ પોઈન્ટનો ઘટાડો : રોકાણકારોમાં નિરાશા

aapnugujarat

सेंसेक्स 254.55 अंक उछलकर 37,581.91 पर हुआ बंद

aapnugujarat

ભારત ફિનટેક કંપનીઓ માટે અવસરના દ્વાર તરીકે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1