Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાનપુરમાં કરોડો રૂપિયાની જુની નોટ જપ્ત

નોટબંધીના ૧૪ મહિના પૂર્ણ થયા ાદ હજુ પણ જુની ૫૦૦ અને ૧૦૦૦ની નોટ મળી રહી છે. જુની નોટ જપ્ત કરવાના મામલે હવે સજાની જોગવાઇ કરવામાં આવી છે. જો કે હજુ પણ જુની નોટ માર્કેટમાંથી મળી રહી છે. ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લામાં કરોડો રૂપિયાની જુની નોટ જપ્ત કરવામાં આવી છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે ગણતરી કરવામાં આવ્યા બાદ હજુ સુધી ૨૦ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. હાલમાં નોટની ગણતરી કરવામાં આવી રહી છે. આ મામલે કાનપુરના બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની આકરી પુછપરછ કરવામાં આવી રહી છે. એસએસપી કાનપુરે માહિતી આપતા કહ્યુ છે કે તેમને બાતમી મળ્યા બાદ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. સુચના મળ્યા બાદ એસપી પશ્ચિમ ગૌરવ ગ્રોવરના નેતૃત્વમાં તપાસ ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. વેપારીઓના સ્વરૂપનગર, ગુમટી, જનરલગંજ અને અસ્સી ફિટ રોડ સ્થિત વેપારીઓના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઓટલી મોટી માત્રામાં જુની નોટ મળી આવ્યા પછી સમગ્ર મામલામાં તપાસ ચાલી રહી છે. નોટબંધી બાદ દેશના તમામ લોકોને જુની નોટ બેંકમાં જમા કરવા માટે પુરતો સમય આપવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી જુની નોટ જપ્ત કરવામાં આવી રહી છે.

Related posts

વિસ્ફોટ કરવા રિમોટ ચાવીનો ઉપયોગ : હેવાલ

aapnugujarat

રાયબરેલીમાં મોદીની પ્રથમ રેલીને લઇ તમામ તૈયારીઓ

aapnugujarat

નોકરીમાં ગ્રેજ્યુએટી મેળવવાની સમયમર્યાદાને દૂર કરવા તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1