Aapnu Gujarat
મનોરંજન

પોતાની લવ સ્ટોરી સંબંધે કંગના રાણાવતનું ફરીવાર નિવેદન

કંગના રાણાવત અને ફિલ્મ નિર્માતા કરણ જોહર ફરી એકવાર દોસ્તાના અંદાજમાં નજરે પડ્યા હતા. જો કે શો દરમિયાન કંગના ફરી એકવાર હિમ્મત સાથે તમામ જટિલ પ્રશ્નોના જવાબ આપતી નજરે પડી હતી. કંગનાએ પોતાની લવ સ્ટોરી અંગે પણ ફરી વાત કરી હતી. કંગના કરણ જોહરની સાથે એક શોમાં નજરે પડ્યા બાદ તેની ફરી ચર્ચા છે. કંગના આ શોમાં ગેસ્ટ તરીકે પહોંચી હતી. બન્ને વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ખેંચતાણ રહેલી છે. સગાવાદને લઇને કંગનાએ નિવેદન કર્યા બાદથી ખેંચતાણની સ્થિતી હતી. જો કે શો દરમિયાન દોસ્તાના અંદાજની સ્થિતી જોવા મળી હતી. શો દરમિયાન કંગના સારા મુડમાં દેખાઇ હતી. રિપોર્ટ મુજબ કંગનાને જ્યારે લગ્નની યોજના અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે કહ્યુ હતુ કે સમાજમાં મહિલા ૩૦ વર્ષની થતાની સાથે જ લગ્નની કેમ વાત કરવા લાગી જાય છે તે બાબત તેને સમજાતી નથી. તેનુ કહેવુ છે તે હાલમાં લગ્ન કરનાર નથી. જયારે શોમાં એક રોમેન્ટિક એક્ટ નિહાળ્યા બાદ તેને લવ સ્ટોરી અંગે પુછવામાં આવ્યુ ત્યારે કંગનાએ મજેદાર અંદાજમાં કહ્યુ હતુ કે તેના પ્રેમના કિસ્સા તમામ અખબારોમાં લખવામાં આવી ચુક્યા છે. તેનુ કહેવુ છે કે જ્યારે તે પ્રેમમાં પડી હતી ત્યારે શાયરી પણ લખતી હતી. પરંતુ હવે લખતી નથી. પોતાની ફિલ્મી કેરિયરમાં કંગના ટોપ ક્લાસ અભિનેત્રી તરીકે ઉભરીને સપાટી પર આવી છે. કંગનાની એક્ટિંગ કુશળતાની તમામે નોંધ લીધી છે. રિતિક રોશન સાથે તેના પ્રેમ પ્રકરણને લઇને જોરદાર ચર્ચા રહી હતી. રિતિક રોશન અંગે તેના નિવેદનથી હોબાળો થઇ ગયો હતો. કંગના રાણાવત તેના બોલ્ડ નિવેદનના કારણે હમેંશા જાણીતી રહી છે.

Related posts

ભૂલ ભૂલૈયા-૨ બોક્સ ઓફિસ પર છવાઈ

aapnugujarat

वरूण धवन का गर्लफ्रेंड नताशा से ब्रेकअप हुआ

aapnugujarat

તમન્ના અને રણવીર એક સાથે નજરે પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1