Aapnu Gujarat
મનોરંજન

હુમા કુરેશી રજનીકાંત સાથે ફિલ્મ મળતા ભારે ખુશ

બોલિવુડની આશાસ્પદ અભિનેત્રી હુમા કુરેશી હવે સૌથી મોટા સ્ટાર રજનિકાંત સાથે કાલા ફિલ્મ મળતા ભારે ખુશ છે. આ ફિલ્મમાં તે મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી રહી છે. તે અગાઉ પણ સાઉથના મોટા સ્ટાર સાથે એક ફિલ્મમાં કામ કરી ચુકી છે. રજનિકાંત સાથેની તેની ફિલ્મ આ વર્ષે જ રજૂ કરવામાં આવનાર છે. જો કે તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. હુમા પણ પ્રિયંકા ચોપડા અને અનુષ્કા શર્માની જેમ વહેલી તકે નાની વયમાં જ ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં કુદી જવાની ઇચ્છા ધરાવે છે. તે પ્રિયંકા ચોપડા અને અનુષ્કા શર્માથી પ્રભાવિત દેખાઇ રહી છે. આ બન્ને સ્ટાર પહેલાથી જ ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં છે. જો કે ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કામ જારી રાખવા માટે ઇચ્છુક છે. તે કહે છે કે તેની ઇચ્છા પહેલાથી જ રહેલી છે. હોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી એન્જેલિનાની જેમ જ લાઇફમાં આગળ વધવા માંગે છે. હુમા કુરેશી થોડાક સમય પહેલા અક્ષય કુમાર સાથે જોલી એલએલબી-૨ ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઇ હતી. મોટા સ્ટાર સાથે ફિલ્મ મળી ગયા બાદ તેની કેરિયરમાં તેજી આવી છે. આ ઉપરાંત તે સાઉથમાં પણ એન્ટ્રી કરી ચુકી છે. તેની વ્હાઇટ ફિલ્મને પણ સારી સફળતા મળી હતી. જેમાં તેની સાથે મમુટીની ભૂમિકા હતી. તે એન્જેલિનાની જેમ જ મોટી વયે પહોંચી ગયા બાદ ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં કુદી પડશે અને ફિલ્મોમાં ભૂમિકા કરવાના બદલે નિર્માણમાં વધારે ધ્યાન આપશે. ગર્લ, ઇન્ટરપ્ટેડ તેમજ લારા ક્રોફટ જેવી યાદગાર ફિલ્મો બનાવી ચુકેલી એન્જેલીનાથી હુમા કુરેશી ખુબ પ્રભાવિત રહી છે.
૩૯ વર્ષીય જોલી વર્ષ ૨૦૧૧માં ફિલ્મ નિર્દેશનના ક્ષેત્રમાં ઉતરી ગઇ હતી અને વર્ષ ૨૦૧૧માં જોલીએ લેન્ડ ઓફ બ્લડ એન્ડ હની જેવી યાદગાર ફિલ્મ બનાવી હતી.

Related posts

યુવિકા ચૌધરીએ વાલ્મિકી સમાજનું કર્યુ અપમાન

editor

खुश हूं, मैंने अपना प्रभाव डाला : तापसी

aapnugujarat

સલમાન- જેક્લીન રેસ-૩ ફિલ્મમાં મુખ્ય રોલમાં હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1