Aapnu Gujarat
બિઝનેસ

ફિક્સ્ડ ટર્મ કોન્ટ્રાક્ટ પર વર્કરો રોકવા તમામ સેક્ટરોને મંજુરી

રોજગારીને વધારવાની દિશામાં સરકાર ગંભીરતાપૂર્વક આગળ વધી રહી છે. આજ દિશામાં આગળ વધીને સરકારે હવે એક ડ્રાફ્ટ નોટિફિકેશન અથવા તો મુસદ્દા જાહેરનામુ જારી કરીને ફિક્સ્ડ ટર્મ કોન્ટ્રાક્ટ ઉપર વર્કરોને રોકવા માટે તમામ સેક્ટરોને મંજુરી આપવાની તૈયારી દર્શાવી છે. તમામ બિઝનેસને વર્કરોને ફિસ્ક્ડ ટર્મના કોન્ટ્રાક્ટ ઉપર ઓફર કરવા કહ્યું છે. શ્રમ મંત્રાલય અને અન્ય સંબંધિત વિભાગ દ્વારા આ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. રોજગારી પર મુખ્ય ધ્યાન કેન્દ્ર કરવામાં આવી રહ્યું છે. તમામ સેક્ટરોને આ અંગેની મંજુરી આપી દેવામાં આવ્યા બાદ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો ટૂંકા ગાળા માટે વર્કરોને રોકી શકશે. સાથે સાથે પ્રોજેક્ટ પૂર્ણ થઇ ગયા બાદ તેમની સેવામાંથી તેમને દૂર પણ કરી શકશે. એક દરખાસ્ત આ પ્રકારની લાવવામાં આવનાર છે તેવી માહિતી અગાઉ આપવામાં આવી હતી. ઇન્ડસ્ટ્રીના જુદા જુદા વર્ગ તરફથી માંગણી મળ્યા બાદ વર્કરોને રોકવા માટે હળવું વલણ અપનાવવા કહેવામાં આવ્યું હતું. સરકારે હવે આને મંજુરી આપી છે. હજુ સુધી એપરલ મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે જ ફિસ્ક્ડ ટર્મ એમ્પ્લોઇમેન્ટને મંજુરી આપી હતી. હવે ફુટવેર, લેધર, એસેસરીઝ સેક્ટર વર્કરોમાં પણ આને લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં જ કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે કહ્યું છે કે, આ હિલચાલથી વૈશ્વિક સ્તર પર મૂડીરોકાણને આકર્ષિત કરવામાં સફળતા મળશે. ફિક્સ્ડ ટર્મ એમ્પ્લોઇઝ હેઠળ વર્કરો એજ ફેક્ટ્રીમાં પરમાનેન્ટ વર્કરોને ઉપલબ્ધ તમામ વૈધાનિક લાભ આપી શકસે જેમાં એક જ સમય ગાળાના નોકરીના કલાકો, પગાર, ભથ્થાઓનો સમાવેશ થાય છે. ફિસ્ક્ડ ટર્મ એમ્પ્લોઇઝમેન્ટ એક પ્રકારના એવા વર્કમેન છે જે ફિસ્ક્ડ ટર્મ અથવા તો નિશ્ચિત અવધિ માટે રોજગારીના કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે. ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોઇઝમેન્ટ સેન્ટ્રલ રુલ મુજબ આ મુજબની જોગવાઈ કરવામાં આવી છે. ફિસ્સ્ડ ટર્મ કોન્ટ્રાક્ટ ઉપર રોકવામાં આવેલા વર્કરોને તમામ લાભ મળતા હોય છે. ઇન્ડસ્ટ્રીમાં આ હિલચાલથી ખુશીનું મોજુ ફરી વળ્યું છે. કર્મચારીઓ અન ેકંપનીઓ બંને માટે આ એક સમાન ખુશીની બાબત છે. હાલમાં કોન્ટ્રાક્ટ લેબરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા રોકવામાં આવે છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ વર્કરો કાયમી વર્કર જે પ્રકારની સુવિધા મેળવે છે તે પ્રકારની સુવિધા માટે લાયક હોતો નથી. તેમને કોન્ટ્રાક્ટરોના કહેવા મુજબ ઓછા નાણા ચુકવવામાં આવે છે. જુદા જુદા ક્ષેત્રોમાં રોજગારીની તકોને આના લીધે વધારો મળી શકે છે. ૨૦૦૩માં અગાઉની એનડીએ સરકારે ફિસ્ક્ડ ટર્મ વર્કરોને ભરતી માટે મંજુરી આપી હતી પરંતુ ૨૦૦૭માં યુપીએ સરકારે સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો તરફથી વિરોધ બાદ આને રદ કરવાની ફરજ પડી હતી. સેન્ટ્ર્‌લ ટ્રેડ યુનિયન ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓનો વિરોધ કરી રહ્યા છે.

Related posts

એમેઝોન ઓફલાઈન તરફ વલણ કરવાની કરવાની તૈયારી કરી રહી છે

aapnugujarat

RBI ने पीएनबी सहित 4 सरकारी बैंकों पर लगाया करोड़ों का जुर्माना

aapnugujarat

૧૦ કંપનીઓ પૈકીની ૮ની મૂડી ૮૨,૬૫૩ કરોડ ઘટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1