Aapnu Gujarat
ગુજરાત

લૂંટ કરી નાસી જનાર ગેંગનો મુખ્ય સુત્રધાર પકડાયો

વાહન ચાલકોને રસ્તામાં રોકી અકસ્માત કેમ કર્યો છે તેમ જણાવી તેમની સાથે બોલાચાલી કરી વાહન ચાલક પાસેથી રૂપિયા તથા કિંમતી ચીવજસ્તુઓની લૂંટ કરી નાસી જનાર ગેંગના મુખ્ય સુત્રધારને લૂંટના મોબાઇલ તથા એક્ટિવા સાથે પકડી પાડી શહેર ક્રાઈમ બ્રાંચે ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. આ મામલામાં શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝડપાયેલા શખ્સની પુછપરછ હાથ ધરી છે. પોલીસ ટુકડી પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી જેના આધારે જાળ બિછાવવામાં આવ્યા બાદ અમદાવાદ શહેરના જુહાપુરા ચાર રસ્તા પાસેથી જુહાપુરાના નિવાસી શાહબાઝ ખાન ઉર્ફે ચુહા યાકુબખાન પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી મોબાઇલ, હોન્ડા એક્ટિવા મળી ૬૫ હજારની મત્તાના મુદ્દામાલ સાથે તેની અટકાયત કરી હતી. સદર આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ૨૦ દિવસ પહેલા સાંજના સમયે તે સહઆરોપી આમિર ઉર્ફે બટલર તથા રાજા ઉર્ફે પગી સાથે મળીને લૂંટ કરવાના ઇરાદે નિકળ્યા હતા. સાંજે આઠ વાગ્યાની આસપાસ જમાલપુર, ગીતામંદિર રોડ, લાટી બજાર, મ્યુનિસિપલ ચાલી બસ સ્ટેન્ડ પાસે રોડ પર મહિન્દ્રા ગાડીના ચાલકને રોકી અમારી સાથે એક્સિડેન્ટ કેમ કર્યો છે તેમ કહીને બોલાચાલી કરી હતી અને તેમની પાસેથી એમઆઈનો મોબાઇલ ફોન તથા ૧૩ હજાર રોકડા લઇને લૂંટ કરી હતી. આ સંદર્ભમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેથી ઝડપાયેલા શખ્સને વધુ તપાસ અર્થે ગાયકવાડ પોલીસ સ્ટેશનને સોંપવાની કામગીરી હાથ ધરાઈ છે. આ શખ્સ અગાઉ સરખેજ પોલીસ સ્ટેશનમાં ટાયર ચોરીના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે.

Related posts

कांग्रेस ने राष्ट्रविरोधी लोगों से मिलाया हाथ : अमित शाह

aapnugujarat

चोरी में विद्यार्थी तीन दिन से पुलिस की कस्टडी में

aapnugujarat

સુરત : સેક્સ વર્કરોએ વૈશ્યાવૃત્તિમાં પ્રવેશવાથી સગીરાને બચાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1