Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાંચી જેલમાં લાલૂને માળીનું કામ મળ્યું

ઘાસચારા કોંભાડ કેસમાં સાઢા ત્રણ વર્ષની જેલની સજા પામેલા આરજેડી નેતા અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવને માળીનુ કામ આપવામાં આવ્યુ છે. રાંચની બિરસા મુન્ડા જેલમાં લાલુને એક કેદી તરીકે જે કામ કરશે તેના માટે પૈસા પણ મળશે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે લાલુ યાદવને આ કામ કરવા બદલ રોજના ૯૩ રૂપિયા મળશે. લાલુને હજારીબાગની ઓપન જેલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. લાલુને સજા કરવામાં આવ્યા બાદ તેમના જામીન માટે આરજેડી દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવાની જાહેરાત કરવામાં આવી છે. લાલુને જો ત્રણ વર્ષની સજા થઇ હોત તો જામીન મળી શક્યા હોત. પરંતુ સજા વધારે હોવાથી હાઇકોર્ટમાંથી જામીન લેવા અરજી કરવી પડશે. ઘાસચારા કૌભાંડના મામલાઓ પૈકીના એક મામલામાં સીબીઆઈની ખાસ અદાલતે ગઇકાલે શનિવારના દિવસે આરજેડી વડા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને સાડા ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. આ ઉપરાંત કોર્ટે લાલૂ ઉપર પાંચ લાખ રૂપિયાનો દંડ પણ લાગૂ કર્યો હતો. દેવઘર તિજોરીમાં ગેરકાયદેરીતે ૮૯.૨૭ લાખ રૂપિયાની ઉચાપત સાથે સંબંધિત મામલામાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો. વિડિયો કોન્ફરન્સિંગ મારફતે લાલૂ સહિત ૧૬ દોષિતોએ રાંચીની બિરસામુંડા જેલમાં એક સાથે બેસીને આ ચુકાદો સાંભળ્યો હતો. દોષિત ઠેરવવામાં આવેલા ફુલચંદ્ર, મહેશ પ્રસાદ, બી જુલિયસ, રાજારામ, રાજેન્દ્ર પ્રસાદ, સુનિલકુમાર, સુધીર કુમાર અને સુશીલ કુમારને સાડા ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ચુકાદો ત્રીજી જાન્યુઆરીના દિવસે આવવાનો હતો પરંતુ તારીખ એક એક દિવસ ટળી રહી હતી .છેલ્લા ત્રણ દિવસથી કોર્ટમાં સુનાવણી દરમિયાન લાલૂ અને જજ વચ્ચે વાતચીતના કેટલાક પ્રસંગ સપાટી ઉપર આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, લાલૂ પ્રસાદ યાદવ પરિવારને ૨૩મી ડિસેમ્બરના દિવસે મોટો ફટકો પડ્યો હતો. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલૂ યાદવને ઘાસચારા કૌભાંડમાં વધુ એક મામલામાં રાંચીની સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કર્યા હતા.
અલબત્ત કોર્ટે ૨૨ આરોપીઓમાંથી પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા સહિત છ લોકોને નિર્દોષ છોડી મુક્યા હતા. લાલૂ યાદવને રાંચી કોર્ટમાંથી સીધીરીતે બિરસામુંડા જેલમાં લઇ જવામાં આવ્યા હતા. ૧૯૯૬માં થયેલા આ કૌભાંડ સાથે જોડાયેલા એક મામલામાં ૨૦૧૩માં નિચલી અદાલતે લાલૂ યાદવને દોષિત જાહેર કર્યા હતા. આ કેસમાં દોષિત જાહેર થયા બાદ લાલૂને પોતાની સાંસદ તરીકેની છાપ ગુમાવવાની ફરજ પડી હતી જાન્યુઆરી ૧૯૯૬માં આશરે ૯૫૦ કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો તે વખતે તત્કાલીન અધિકારી અમિત ખરેએ પશુપાલન વિભાગની ઓફિસ પર દરોડા પાડ્યા હતા.

Related posts

जम्मू-श्रीनगर हाइवे के पास 3 आतंकवादी ढेर

aapnugujarat

दिल्ली में १.५ लाख सीसीटीवी कैमरे लगाएगी केजरीवाल सरकार

aapnugujarat

सितंबर में GST संग्रह घटकर 91,916 करोड़ रुपए पर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1