Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઇન્દોરમાં ડીપીએસ બસ ટ્રકની સાથે ટકરાતાં છ બાળકોનાં મોત

ઇન્દોરમાં ટ્રક સાથે ડીપીએસ સ્કૂલની બસ ટકરાતા છ બાળકોના મોત થયા છે. આ ઉપરાંત ડ્રાઇવરનું પણ મોત થયું છે. આ બનાવથી ભારે સનસનાટી મચી ગઈ છે. આ બનાવમાં ડઝન જેટલા બાળકો ઘાયલ પણ થયા છે. બિચોલી વિસ્તારમાં ટ્રક સાથે સ્કૂલી બસ ધડાકા સાથે ટકરાઈ હતી. એડિશનલ એસપી મનોજ રાયે કહ્યું છે કે, અકસ્માતના સંદર્ભમાં માહિતી મળી છે તે મુજબ છ બાળકોના મોત થયા છે. સ્કૂલ બસના ડ્રાઇવરનું પણ ઘટના સ્થળે મોત થયું છે. સાક્ષીઓએ કહ્યું છે કે, દિલ્હી પબ્લિક સ્કૂલની બસમાં ૩૦ બાળકો હતા. ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. સામેથી આવતી ટ્રક સાથે આ બસ અથડાઈ ગઈ હતી. આ બનાવથી સનસનાટી મચી ગઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે, બસના આગળના હિસ્સાને ખુબ નુકસાન થયુ હતુ. ઇજાગ્રસ્તોને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમાચાર ફેલાતાની સાથે જ મોટી સંખ્યામાં માતા-પિતા બોમ્બે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કેટલાક બાળકોની હાલત હજુ ગંભીર જણાવવામાં આવી છે.

Related posts

Union HM Amit Shah holds Marathon meeting to take stock of internal security in country and situation in J&K

aapnugujarat

राम सिर्फ उत्तर भारत में ही कृष्ण पुरे देश में पुजे जाते है : मुलायम

aapnugujarat

रामविलास पासवान की लोजपा में विवाद, कई नेता देंगे इस्तीफा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1