Aapnu Gujarat
રમતગમત

પ્રથમ ટેસ્ટ મેચ રમવા શિખર ધવન સજ્જ

શુક્રવારથી શરૂ થતી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં શિખર ધવન રમી શકશે. પ્રાપ્ત માહિતી મુજબ શિખર ધવન પ્રથમ ટેસ્ટ મેચ માટે ફિટ થઇ ગયો છે. બીજી બાજુ રવિન્દ્ર જાડેજા ફ્લુમાં ગરકાવ થઇ ગયો છે જેથી પ્રથમ ટેસ્ટ મેચમાં રમી શકશે કેમ તેને લઇને પ્રશ્નો ઉભા થઇ ગયા છે. આજે જારી કરવામાં આવેલી યાદીમાં બીસીસીઆઈએ કહ્યું હતું કે, શિખર ધવન સંપૂર્ણ ફિટ છે અને પ્રથમ ટેસ્ટ મેચમાં રમવા માટે તૈયાર છે. જાડેજા છેલ્લા બે દિવસથી વાયરલ માંદગીમાં ગ્રસ્ત થઇ ગયો છે. જાડેજાની ફિટનેસ ઉપર ટીમ ઇન્ડિયાની મેડિકલ ટુકડી નજર રાખી રહી છે. મેચની શરૂઆતના કલાકો પહેલા તેની ફિટનેસના સંદર્ભમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, શિખર ધવન સંપૂર્ણપણે ફિટ છે અને ઓપનિંગ કરશે. જાડેજા છેલ્લા બે દિવસથી તાવમાં ગરકાવ થયો છે. જો કે તે પણ ફિટ થઇ જાય તેમ માનવામાં આવે છે.

Related posts

ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ ન થતાં રોહિત બીજી ટેસ્ટ ગુમાવશે

aapnugujarat

कोहली वेस्ट इंडीज दौरे और उसके बाद भी कप्तानी करेंगे

aapnugujarat

કારમી હાર બાદ ટીમ ઇન્ડિયાએ દેખાડી શાનદાર ખેલ ભાવના, આઇસીસીએ કરી સલામ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1