Aapnu Gujarat
મનોરંજન

મૌની રોય રણબીરની સાથે પણ નવી ફિલ્મમાં ચમકશે

એકતા કપુરની નાગીન મૌની રોયની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધી રહી છે. તેની પાસે હવે વધુને વધુ ફિલ્મો પણ આવી રહી છે. અનુભવ સિંહાની તુમ બિન-૨ ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે કામ કર્યા બાદ હવે રીમા કાગતીની મોટી અને મહત્વકાંક્ષી ફિલ્મ ગોલ્ડમાં અક્ષય ુ કુમારની પત્નિની ભૂમિકા અદા કરી રહી છે. રીમા કાગતી સ્પોર્ટસ ડ્રામા પર ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ વર્ષ ૧૯૮૪ના ઓલિમ્પિક પર આધારિત ફિલ્મ છે. તે હાલમાં સલમાન ખાન સાથે પણ નજીકના સંબંધ ધરાવે છે. આ જ કારણસર તે સલમાન ખાનના શો બિગ બોસના દરેક સિઝનમાં નજરે પડે છે. આ વખતે પણ તે સલમાન ખાનના શોમાં નજરે પડી હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ અક્ષય કુમારની સાથે ગોલ્ડ ઉપરાંત તે હવને યુવા પેઢીના લોકપ્રિય સ્ટાર રણબીર કપુર સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહી છે. તે અયાન મુખર્જીની ફિલ્મ બ્રહાસ્ત્રમાં પણ કામ કરી રહી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ કામ કરી રહી છે. મૌની રોય ટીવી સિરિયલ મારફતે લોકપ્રિયતા લીધા બાદ હવે ફિલ્મોમાં પ્રવેશી ગઇ છે. વર્ષ ૨૦૧૭ના એવોર્ડ શો કાર્યક્રમમાં પણ મૌનીએ પોતાના શો મારફતે તમામના દિલ જીતી લીધા હતા.તે વર્ષ ૨૦૧૮માં બોલિવુડની સાથે સાથે એક સેલિબ્રિટી તરીકે છવાયેલી રહે તેવી શક્યતા છે. તેની પાસે અક્ષય કુમારની સાથે ફિલ્મ આવી ગયા બાદ અન્ય નિર્માત નિર્દેશકો પણ તેને વધુ સારી અને મોટી ફિલ્મોની ઓફર કરી શકે છે. એકતા કપુરની નાગીન સિરિયલમાં તે ખુબ લોકપ્રિય થઇ હતી. મૌની પોતે વર્ષ ૨૦૧૮ને લઇને આશાવાદી બનેલી છે. સલમાન સાથે સારા સંબંધ તેને કામ લાગી શકે છે.

Related posts

‘शुभ मंगल ज्यादा सावधान’ में नजर आएंगी भूमि

aapnugujarat

इस साल को मेरे लिए बेहद खास बना रही है ड्रीम गर्ल : आयुष्मान खुराना

aapnugujarat

સની લિયોને નવા ફોટો મુકી ચર્ચા જગાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1