Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

આતંકી હાફીઝ સઈદે ભારતને આપી ધમકી, નવા વર્ષ દરમિયાન કરશે આતંકી હુમલો

મોસ્ટ વોન્ડેટ આતંકવાદી હાફીઝ સઈદે નવા વર્ષે આતંકી પ્લાન તૈયાર કર્યો છે. હાફિઝે પાકિસ્તાનના રાવલપિંડીમાં આયોજિત એક રેલીમાં ખુલા મંચ પરથી ભારતને ધમકી આપી છે. અને પોતાના સમર્થકોને કાશ્મીરમાં આતંકી કાર્યવાહી કરવાની શપથ લેવડાવી છે.પાકિસ્તાનમાં રાજનીતિમાં આવવાની મનસા રાખનાર હાફિઝે ફરીવાર કાશ્મીર રાગ આલાપ્યો છે. નજર કેદમાંથી મુક્ત થયા બાદ હાફિઝે ભારતમાં નવા વર્ષ દરમ્યાન આતંકી હુમલો કરવાનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે.રેલીમાં હાફિઝે કાશ્મીર ઉપરાંત પાકિસ્તાનની જેલમાં બંધ કુલભુષણ જાધવ અંગે વિવાદિક નિવેદન આપ્યું છે. આતંકવાદને પ્રોત્સાહન આપનાર હાફિઝ પાકિસ્તાનનો વજીર એ આજમ બનાવાના સપના જૂએ છે. જે અંગેના સંકેત હાફિઝ રાવલપિંડીની રેલીમાં આપ્યા છે.ભારત સામે ઝેર ઓકતા હાફિઝે પાકિસ્તાન સરકારને પણ આડે હાથે લીધી હતી. મહત્વનું છે કે મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ પર અમેરિકાએ ૧૦ મિલિયન ડોલરનું ઈનામ રાખ્યુ છે.સંયુક્ત રાષ્ટ્રએ હાફિઝને ગ્લોબલ આતંકી જાહેર કર્યો છે. તો પણ હાફિઝ પાકિસ્તાનમાં ખુલેઆમ આતંકની પાઠશાળા ચલાવી રહ્યો છે.

Related posts

શાહિદ અબ્બાસી પાકિસ્તાનના ૧૮માં વડાપ્રધાન તરીકે નિયુક્ત

aapnugujarat

ખાદ્યચીજાેની અછતથી દુનિયા ઉપર આફતના વાદળો ઘેરાયા

aapnugujarat

पश्चिम एशिया समुद्री मार्गों की निगरानी बढ़ाएगा अमेरिका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1