Aapnu Gujarat
ગુજરાત

દેશના વિકાસમાં પારસી સમુદાયનું યોગદાન નોંધપાત્ર : વૈંકૈયા નાયડુ

પારસી સમાજ દ્વારા વલસાડના ઉદવાડા ખાતે યોજાઇ રહેલા ઇરાનશાહ ઉદવાડા ઉત્સવમાં હાજરી આપવા આવેલા દેશના ઉ૫રાષ્ટ્ર૫તિ વૈંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં પારસી સમુદાય દ્વારા આ૫વામાં આવેલું યોગદાન નોંધપાત્ર છે. વલસાડના ઉદવાડામાં ઇરાનશાહ ઉદવાડા ઉત્સવમાં ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુએ હાજરી આપી. તેમણે દેશના વિકાસમાં પારસી સમાજના યોગદાનને બિરદાવ્યું હતુ. પારસીઓના સૌથી મોટા ધર્મસ્થળ ઉદવાડામાં ત્રણ દિવસનો ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ ઉજવાયો હતો.  ઉદવાડા પહોંચી વૈકૈયા નાયડુએ ઉદવાડામાં પારસીઓના આરાધ્ય દેવ પાક ઈરાનશાહને માથું ટેકવ્યુ હતુ અને ત્યાર બાદ તેઓ મહોત્સવના સ્થળ પર પહોંચ્યા હતા. આ પ્રસંગે વૈંકૈયા નાયડુના હસ્તે પદ્મભુષણથી સન્માનિત તબીબ ડૉ.ફારૂક ઉદવાડિયાનું સન્માન કરવામાં આવ્યું હતુ. પારસીઓને સંબોધન કરતા વૈકૈયા નાયડુએ પારસીઓને આપેલા યોગદાનને યાદ કરી બીરદાવ્યુ હતુ. તેમણે લોકોનું અભિવાદન ઝીલીને ઉજવાઇ રહેલા આ મહોત્સવને આવકાર્યો હતો. તેમજ પારસી સમુદાયની શાંતિપ્રિયતાને બિરદાવી હતી.

Related posts

નરેન્દ્ર પટેલની છ ઓડિયો કલીપ વાયરલ થતાં સનસનાટી

aapnugujarat

‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત ‘નેચરોપથી – સ્વસ્થ રહો, મસ્ત રહો’ વિષય ઉપર ૮૭મું પ્રવચન યોજાયું

aapnugujarat

आरक्षण मुद्दे पर संशोधन विकल्प सोनिया गांधी को सोंपे गए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1