Aapnu Gujarat
ગુજરાત

બેચરાજીનાં ધારાસભ્ય ભરત ઠાકોરે રોજગારી મુદ્દે આપી આંદોલન કરવાની ચિમકી

બેચરાજીનાં ધારાસભ્ય ભરત ઠાકોરે રોજગારી મુદ્દે આંદોલનની જાહેરાત કરી છે. ધારાસભ્ય ભરત ઠાકોરે મારૂતિ અને હોન્ડા કંપનીને સ્થાનિકોને રોજગારી આપવા અંગે રજૂઆત કરશે.  જો કંપની દ્વારા સ્થાનિક લોકોને રોજગારી આપવામાં નહીં આવે તો તેઓ આંદોલન કરશે.બેચરાજીનાં ધારાસભ્ય ભરત ઠાકોરે મારૂતિ અને હોન્ડા કંપનીને રોજગારી આપવા અંગે આંદોલન કરવાની ચીમકી આપી છે. તેમણે જણાવ્યું કે આ મામલે જો ત્યાંનાં સ્થાનિક લોકોને રોજગારી નહીં આપવામાં આવે તો અમારી ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આંદોલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભરત ઠાકોર ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાતની ઓફિસનાં કાર્યાલય મંત્રી હતાં. અને તેઓ બેચરાજી વિધાનસભામાં ૧૫,૦૦૦ કરતા વધુ મતથી જીત્યાં છે. જેથી તેઓ હાલ ધારાસભ્ય પણ છે. પરંતુ તેમને સ્થાનિકોને ધ્યાનમાં રાખીને તેમની જરૂરિયાતો સંતોષાય અને તેમને પૂરતી રોજગારી મળી રહે તે માટે મારૂતિ અને હોન્ડા કંપની સાથે તેઓ રજૂઆત કરશે.

Related posts

સોયલાથી વિદેશી દારૂ ઝડપાયો

aapnugujarat

પાવીજેતપુર તાલુકામાં એન્ટીલેપ્રસી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી

aapnugujarat

હાલોલમાં બકરી ઇદની ધામધુમથી ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1