Aapnu Gujarat
ગુજરાત

૧૮ ડિસેમ્બરે મત ગણતરીના દિવસે ટ્રાફિક નિયમન સંદર્ભે વાહનોના ડાયર્ઝન માટે નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટનો હુકમ

નર્મદા જિલ્‍લાની નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારની યોજાયેલી ચૂંટણીઓના મતદાનની મત ગણતરીની કામગીરી તા. ૧૮ મી ડીસેમ્‍બર-૨૦૧૭ ના રોજ રાજપીપળા મુખ્ય મથકે શ્રી છોટુભાઇ પુરાણી વ્‍યાયામ કોલેજ ખાતે હાથ ધરાનાર છે. નર્મદાના જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.એસ.નિનામાએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ટ્રાફિક નિયમન સંદર્ભે આ દિવસે સવારના ૬=૦૦ કલાક થી મત ગણતરીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી વાહન વ્યવહાર માટે ડાયવર્ઝનનો હુકમ કર્યો છે.

તદ્અનુસાર તા.૧૮/૧૨/૨૦૧૭ ના રોજ મત ગણતરીના દિવસે સવારના ૬=૦૦ કલાકથી મત ગણતરીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કાળીયા ભૂતથી એમ.જી.રોડ થઇ, સંતોષ ચાર રસ્તા તરફ જતાં તમામ પ્રકારના વાહનોને કાળીયા ભૂતથી રાજવંત પેલેસ થઇ, કાર માઇકલ પુલ થઇ, સરકારી હોસ્પિટલ તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જિલ્લાની બહારથી અવર-જવર કરતાં મોટા વાહનો (એસ.ટી બસો સિવાય) ના વાહનોને વડીયા જકાતનાકા – જીતનગર ત્રણ રસ્તા-ખામર-વિરપોર ચોકડી તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.                               

Related posts

કડીમાં રથયાત્રા સંપન્ન

editor

દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે હાઈટાઇડની ચેતવણી

aapnugujarat

લોકરક્ષક દળની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1