Aapnu Gujarat
રાષ્ટ્રીય

યોગી સરકારે યુપીકોકા બિલને મંજુરી આપી

ઉત્તર પ્રદેશમાં ગેંગસ્ટર અને માફિયાઓની ખેર નથી. કથયેળી કાનૂન વ્યવસ્થા માટે પંકાયેલા ઉત્તર પ્રદેશમાં ગુનાખોરો પર નકેલ કસવાની યોગી સરકારે તૈયારી કરી લીધી છે અને ટૂંક સમયમાં જ મકોકાની માફક જ યુપીકોકા નામનો અત્યંત સખત કઈ શકાય તે પ્રકારનો કાયદો લાવવા જઈ રહી છે.યોગી સરકાર ઉત્તર પ્રદેશ કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્‌ડ ક્રાઈમ એક્ટ (યુપીકોકા) બિલને મંજુરી આપી દીધી છે.  ટૂક સમયમાં જ આ બિલ રાજ્યની વિધાનસભામાં રજુ કરવામાં આવશે. આ કાયદાને અંતર્ગત ગુનેગારોને સરળતાથી જામીન નહીં મળે અને કડક સજાની જોગવાઈ રહેશે.ઉત્તર પ્રદેશ સરકારના પ્રવક્તા અને સ્વાસ્થ્ય મંત્રી સિદ્ધાર્થ નાથે મંત્રિમંડળની બેઠક બાદ પ્રસાર માધ્યમોને જણાવ્યું હતું કે યુપીકોકા ભૂમાફિયા, ખાણ માફિયા અને સંગઠીત ગુનાખોરીને નાથવા માટે લાવવામાં આવી રહ્યું છે. બિલને કેબિનેટમાં મંજુરી મળી ગઈ છે. ૧૮ ડિસેમ્બરથી શરૂ થનારા શિયાળુસત્રમાં યુપીકોકા બીલને રાજ્યની વિધાનસભામાં રજુ કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા એળે ગયાનું સૌકોઈ જાણે છે. રાજ્યના નવા મુખ્યમંત્રીનો પદભાર સંભાળનારા યોગી આદિત્યનાથ માટે પણ આ મોટો પડકાર હતો. જોકે યોગીએ સંગઠીત અપરાધીઓ સામે કાર્યવાહી કરવા માટે કડક કાનૂન બનાવવાનું કહી ચુક્યાં છે. હવે આ દિશામાં યોગી સરકાર આગળ વધી રહી છે અને મહારાષ્ટ્રના મકોકાની માફક ઉત્તર પ્રદેશમાં યુપીકોકા કાનુન લાવવા જઈ રહી છે. આ કાયદાથી યોગી સરકારને કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવામાં ખુબ મદદ મળશે.તત્કાલિન મુખ્યમંત્રી માયાવતી સરકારે વર્ષ ૨૦૦૯માં આ યુપીકોકા કાયદો લાવવાની તૈયારી કરી હતી અને પ્રસ્તાવ પણ તૈયાર કર્યો હતો. પ્રસ્તાવ રાષ્ટ્રપતિની મંજુરી માટે મોકલી આપવામાં આવ્યો હતો પરંતુ, તેને મંજુરી મળી શકી નહોતી.મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્‌ડ ક્રાઈમ એક્ટ (મકોકા) ૧૯૯૯માં અંડરવર્લ્ડના ખૌફ સામે ઝઝુમી રહેલા મુંબઈના આરોપીઓ પર કાબુ મેળવવા લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૨૦૦૨મં દિલ્હી સરકારે પણ તેને લાગુ કર્યો હતો.

Related posts

कांग्रेस नेता देवड़ा ने की ‘हाउडी मोदी’ कार्यक्रम की तारीफ

aapnugujarat

નમો ટીવી પર જવાબ આપવા સરકારને ચૂંટણી પંચનો હુકમ

aapnugujarat

HD Kumaraswamy meets DK Shivakumar at Jail

aapnugujarat

Leave a Comment

UA-96247877-1